મુંબઈમાં ISISના નામે લખાણ મળ્યું : બ્રિજના થાંભલા પર અબૂબકર અલ બગદાદીના નામનો ઉલ્લેખ, હાઈએલર્ટ જારી…

Spread the love

મુંબઈ-મિ.રિપોર્ટર, ૪થી મે

દેશની મનોરંજન ઇન્ડસ્ટ્રીઝ તરીકે જાણીતા મુંબઈ શહેરના ઉરણમાં એક બ્રિજ પર વાંધાજનક લખાણ મળી આવતા મુંબઈમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. બ્રિજ પર ISISના નામ સાથેનું લખાણ મળી આવતા નવી મુંબઈમાં ગુપ્તચર ખાતા દ્વારા હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. ઉરણમાં આવેલા બ્રિજના થાંભલા પર ISIS, અબૂબકર અલ બગદાદીના નામનો ઉલ્લેખ કરાયો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે,  થાંભલા પર કાળા રંગથી ‘ધોની જન્નતમાં આઉટ’ એવું લખાણ લખવામાં આવ્યું છે. સાથે સાથે આપ, કેજરીવાલ, હાફિઝ સઈદ, રહીમ કટોરી, રામ કટોરીનું પણ લખાણ લખવામાં આવ્યું છે. બ્રિજ પર વાંધાજનક લખાણ મળી આવતા એટીએસ હરકતમાં આવ્યું છે. મુંબઈની સાથે દેશના પ્રમુખ શહેરમાં પણ વિશેષ તકેદારી રાખવાની સુચના ગૃહ વિભાગે આપી છે.