અડધી રાતે વડોદરામાં 3 વર્ષની પુત્રીએ કોરોનાગ્રસ્ત માતાને મળવાની પિતા સમક્ષ જીદ કરી, પછી શું થયું ?

www.mrreporter.in

વડોદરા- મી.રિપોર્ટર, ૨૪મી એપ્રિલ. 

વડોદરામાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે. શહેરમાં કોઈ ને કોઈ ફ્લેટ અને સોસાયટીઓમાં ઓછામાં ઓછામાં ૨ થી ૧૦ લોકો કોરોના સંક્રમિત બની રહ્યા છે. આવામાં લોકોની હાલત વધારે કફોડી બની ગઈ છે. આ કફોડી હાલતમાં પણ માનવતાની મહેક પ્રસરાવે તેવી ઘટનાઓ બની રહી છે. આવો જ એક કિસ્સો વડોદરા પોલીસ નો સામે આવ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી યજ્ઞપુરુષ રેસિડેન્સીમાં જશવંત પાટીલ, પત્ની અને પુત્રી સાથે રહે છે. જશવંત પાટીલનાં પત્ની કોરોનાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં, જેથી માતાથી દૂર થઇ ગયેલી દીકરીએ તેને મળવાની જીદ પકડી હતી. માતાનો ચહેરો જોયા વગર દીકરી ઇશાની જમવા માટે તૈયાર નહોતી, જેથી દીકરીની જીદ આગળ પિતાએ નમતું જોખ્યું હતું.

www.mrreporter.in

જોકે વડોદરા શહેરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો હોવાથી પિતા મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. કોરોનાગ્રસ્ત માતાને મળવાની જીદ કરનાર 3 વર્ષની પુત્રીને પિતા કાંગારૂ બેગમાં લઇને હોસ્પિટલ જવા માટે નીકળી પડ્યા હતા. રસ્તામાં પિતાને મહિલા પીએસઆઇ કે.એચ. રોયલાએ રોક્યાં હતાં અને બાળકીને આ રીતે લઇને ક્યાં જઇ રહ્યા છો, એમ પૂછ્યું હતું. જોકે સમગ્ર બાબતની જાણ થયા બાદ મહિલા પીએસઆઇએ પિતા-પુત્રીને હોસ્પિટલ અને ઘરે લઇ જવા માટે પોલીસ વાનની વ્યવસ્થા કરી આપી હતી.

એટલુજ નહિ પણ મહિલા પીએસઆઇએ જસવંતભાઇની દીકરીને માતાની હૂંફ આપી હતી અને પિતા-પુત્રી માટે જમવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply