ગુજરાત વિધાનસભામાં દીપડો ઘૂસી ગયો, કર્મચારીઓમાં ફફડાટ: જંગલ ખાતાની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યુ…જુઓ..વિડીયો…

Spread the love

ગાંધીનગર, ૫મી નવેમ્બર. 

ગાંધીનગર ગુજરાત વિધાનસભાના ગેટ ન.૭માંથી દીપડો ઘુસ્યો હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવતા વનવિભાગે આ વિસ્તારમાં પોતાનું મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે અને દિપડાને ઝડપી પાડવા કવાયત કરી છે. 200 જેટલા કર્મચારીઅો અને 10 ટીમ હાલમાં દીપડાની શોધખોળ કરી રહી છે.ગુજરાતના સીઅેમ જે માર્ગેથી સચિવાલય અાવે છે તે માર્ગ પર દીપડાનું લોકેશન જોવા મળ્યું હોવાના દાવાઅો કરાઈ રહ્યાં છે. જેની શોધખોળ હાલમાં ચાલી રહી છે. જોકે, અા બાબતો શક્યતાઅોને અાધારે છે. અમદાવાદ, બનાસકાંઠા અને સાબરકાંઠાના વનવિભાગની ટીમોઅે સર્ચ અોપરેશન હાથ ધર્યું છે. હાલમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. તો બીજીબાજુ આ ઘટનાને પગલે કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

ગાંધીનગરમાં દિપડાની દહેશયત યથાવત છે અને હવે તંત્ર પાણી વહી ગયા પછી પાળ બાંધવાની કામગીરીમાં લાગ્યુ છે જે ગેટનીચેથી દિપડાએ સચિવાલયમાં પ્રવેશ કર્યો છે..તે ગેટ નીચેની ખુલ્લી જગ્યાની તંત્રએ માપણી કરી છે અને તે અંતર અંદાજે પાંચ ઈંચ હોવાનું મનાય છે તંત્ર હવે ત્યાં જાળીલગાવવામાં આવે તેવી શક્યતા છે. દીપડો અાજ સાંજ સુધી ન લોકેટ થયો કે ન ઝડપાયો તો ગાંધીનગરની પ્રજાઅે રાતભર જાગવું પડે તેવી સંભાવના છે.