શહેરના અલંગ હાઉસમાં લાગેલી ભીષણ આગમાં ફર્નિચર અને 2 કાર બળીને ખાખ…જુઓ..વિડીયો…

Spread the love

વડોદરા, મિ.રિપોર્ટર, ૨૯મી જાન્યુઆરી. 

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અલંગ હાઉસમાં આજે સાંજે  અચાનક ભીષણ આગ લગતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. જોકે ફાયરબ્રિગેડને જાણ થતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને અડધા કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.

માંજલપુરના અલંગ હાઉસની આગ ગેરેજમાં આગ ના બનાવના પગલે ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું. અલંગ હાઉસમાં આગને કારણે બાજુમાં આવેલુ ગેરેજ પણ આગની લપેટમાં આવી ગયું હતું. જેને કારણે ગેરેજમાં પડેલી બે જેટલી કાર પણ આગમાં બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે કોઈને જાનહાની ન થતા તંત્રે રાહત અનુભવી હતી.