ચૈત્રી નવરાત્રીમાં રણુ ના સુપ્રસિદ્ધ તુલજા ભવાની માતાના મંદિરે આઠમ નિમિતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી, જુઓ દર્શન નો વિડીયો….

Spread the love

ધાર્મિક-મિ.રિપોર્ટર, ૧૩મી એપ્રિલ

પાદરાના રણુ ખાતે આવેલા સુપ્રસિદ્ધ તુલજા ભવાની માતાનું મંદિર ગુજરાતના લોકપ્રિય ધાર્મિક સ્થળોમાનું એક સ્થળ છે. દર વર્ષની જેમ ચૈત્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે. આજે ચૈત્રી નવરાત્રી ના આઠમા દિવસે એટલે કે આઠમે તુલજા ભવાની માતાની મંગળા આરતી માં હજારો શ્રદ્ધાળુએ ભાગ લીધો હતો અને દર્શનનો લાભ લીધો હતો.

તુલજા ભવાની મંદિરના ટ્રસ્ટી શ્રી કવીન મહારાજે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આખો દિવસ માતાની ભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નવચંડી યજ્ઞ પણ યોજાશે અને ભાવિકો રાતના ૯.૩૦ વાગ્યા સુધી માતાના દર્શનનો લાભ લઇ શકશે. તેમણે વધુમાં શું કહ્યું તે સાંભળવા માટે વિડીયો જુઓ…….