“તારક મહેતા કા ઉલટા ચશ્મા” માં આખરે દર્શકોની આતુરતા આવ્યો અંત, મળી ગઈ જેઠાલાલની નવી દયા….જાણો કોણ છે ?

www.mrreporter.in
Spread the love

મનોરંજન- મી.રીપોર્ટર, ૨૮મી ઓકટોબર.

દેશના ટેલીવુડ ઇન્ડસ્ટ્રીઝ પર  છેલ્લા ૧૨ વર્ષ થી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ કોમેડી સીરીયલ નો દબદબો છે. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ કોમેડી સીરીયલમાં દરેક કેરેક્ટરની અલગ કહાની છે. દરેક અદાકાર પોતાના કેરેક્ટર ને પૂર્ણ ન્યાય કરે છે. જોકે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ કોમેડી સીરીયલમાં સૌથી વધુ  ચર્ચા   જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી અને દયાબેન ઉર્ફે દિશા વાકાણી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આ ચર્ચાની વચ્ચે દિશા વાકાણી લગ્ન માટે લીધેલો બ્રેક  ઘણો મોટો બની ગયો છે. છેલ્લા 3 વર્ષથી ચાહકો દિશા વાકાણીને જોવા માટે તરસી ગયા છે. આ શોમાં દયાબેનની એન્ટ્રી થશે કે કેમ ? તેને લઇ ને અનેક અટકળોએ વિવાદ જગાડ્યો છે. હવે આ વિવાદ વચ્ચે કઈક એવું બન્યું કે તેણે તો લોકોની ધડકન જ વધારી દીધી છે. 

વીડિયો શેર કરતાં સોની ટીવીએ સોશ્યલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે, – દયા ભાભી બનકપ જ્યારે #RutujaTheBest   દયા બની એ હાલોની લગાવી પુકાર તો ઝૂમી ઉઠ્યા ટપુ કે પાપા ઓર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો પરિવાર…#IndiasBestDancer.

એમાય છેલ્લા એક વર્ષમાં તો નિર્માતાઓ દિશા વાકાણીના નખરા થી થાકી ગયા છે. તે હવે શો માં પરત ફરવા માટે વધુ મહેનતાણાની ડિમાન્ડ કરી રહી છે. તેના આ નખરા ની અવળી અસર શો પર ના પડે તે માટે નિર્માતાઓ શૉ માટે નવી દયાબેનને શોધી રહ્યા છે તેવા પણ અહેવાલો મીડિયામાં બહાર આવ્યા છે.   જોકે  પરંતુ હવે લાગે છે કે, નિર્માતાઓને નવી દયાબેન મળી ગઈ છે. નિર્માતાઓ ઘણા સમયથી દિશાની રિપ્લેસમેન્ટ શોધી રહ્યાં હતા. પરંતુ તેમની આ શોધ ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ના રિયાલિટી શૉમાં પૂરી થતી જોવા મળે છે.
વાત એમ છે કે, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ની આખી ટીમ તાજેતરમાં જ ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ના રિયાલિટી શૉ માં ગઈ હતી. જ્યાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ના કેરેક્ટર ની નકલ સાથે બેસ્ટ ડાન્સરના આર્ટિસ્ટોએ ડાન્સ કર્યો હતો. જેમાં આ શૉની રુતુજા ઝુનાકરને દયા ભાભીના અવાજમાં બોલતા જોઈને નિર્માતા અસિત મોદી ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા.
તેઓ કહે છે કે, અમારા શૉમાં આ દયાભાભી અમને આપી દો. ત્યારબાદ રુતુજા દયાની નકલ કરીને જેઠાલાલને દયા ભાભીની શૈલીમાં તાપુના પાપા કહીને બોલાવે છે. જે જોઈને બધા ખુશ થઈ જાય છે. ભલે અસિતે આ શોમાં કહ્યું હોય, પરંતુ હકીકતમાં પણ ચાહકો શૉમાં દિશા જોવા માટે ઉત્સુક છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)