રાજનીતિ- સુરત, મી.રિપોર્ટર, 20મી ઓક્ટોબર .
રાજ્યમાં મોટાભાગના શહેરમાં નવરાત્રી પર પ્રતિબંધ છે. જ્યાં છૂટછાટ આપી છે ત્યાં કેટલીક શરતો મુકવામાં આવી છે. એમાંય પોલીસની પરવાનગી અનિવાર્ય છે. જોકે આ નિયમોનું રાજકરાણીઓ પાલન કરતા નથી. સુરતમાં પણ આવી જ એક ઘટના બની હતી. સુરતમાં નવરાત્રિ પર પ્રતિબંધ છે. ત્યારે સુરતમાં મહિલા કોર્પોરેટર રૂપલ શાહ ગરબે રમતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
સુરતના મહિલા કોર્પોરેટર અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રહી ચૂકેલા રૂપલ શાહે નારી સંરક્ષણ ગૃહમાં યોજાયેલા યોગ ગરબાના આયોજનમાં ગરબે ઘૂમતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઝુમ એપ પર નારી સંરક્ષણ ગૃહની બહેનોના ગરબા યોજાયા હતા. જે FB પર live કરવામાં આવ્યા હતા. Fb પર live થયેલા ગરબામાં કેટલાકે માસ્ક પણ પહેર્યા ન હતા. જ્યારે ખુદ કોર્પોરેટરનું માસ્ક ગળા પર લટકાવેલું હતું. આ ગરબાના કારણે માસ્ક નહીં પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવવા અને પાંચથી વધુ લોકોને ભેગા કરવા સહિતના જાહેરનામાનો ભંગ થતો નજરે પડી રહ્યો છે.