ક્રાઈમ-સુરત, મી.રિપોર્ટર, ૮મી જાન્યુઆરી.
સુરતના સલાબતપુરામાં પ્લાસ્ટીકની થેલી બનાવવાની ફેક્ટરીમાં માતા સાથે કામ કરતી 16 વર્ષીય પુત્રી ને ફેકટરીમાં જ તેની સાથે કામ કરતાં સાથી યુવક દ્વારા કોફી શોપમાં લઈ જઈ ને બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના અંગે માતાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતાં પોલીસે તપાસ હાથ હતી.
મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8
પોલીસના જણાવ્યા અનુસાર, કથિત બળાત્કારનો ભોગ બનેલી યુવતી તેની માતા સાથે લિંબાયત વિસ્તારમાં રહે છે. લગભગ 20 દિવસ પહેલા તેણી સલાબતપુરામાં પ્લાસ્ટિક બેગ બનાવવાની ફેક્ટરીમાં જોડાઈ હતી. પહેલા દિવસે જ આરોપી નિખિલે તેની સાથે વાત કરવાનું શરૂ કરી ને ત્રીજી જાન્યુઆરીના રોજ તેને બપોરે 2 વાગ્યે લંચ બ્રેક દરમિયાન કોફી શોપમાં લઈ જવાની ઓફર કરી હતી.
નીખીલ ની સાથે તેનો મિત્ર અનિલ અને સોનલ પણ મીઠી ખાડી વિસ્તારની વેલેન્ટાઈન કોફી શોપમાં ગયા હતા જ્યાં તે કથિત રીતે તેણીને દુકાનની નજીકની કેબિનમાં લઈ ગયો હતો અને તેણીને ખાવા માટે દબાણ કર્યું હતું. આ પછી તે બેભાન થઈ ગઈ અને નિખિલે કેબિનમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. તેણીની માતાએ તેના ડ્રેસ પર લોહીના ડાઘ જોયા અને દીકરીને પૂછ્યુ તો તેણીએ જૂઠું બોલી હતી. બીજા દિવસે જ્યારે માતાએ ફરીથી પૂછ્યું ત્યારે દીકરીએ સમગ્ર હકીકત જણાવી હતી. જેથી માતા તેને લઈને સલાબતપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં નિખિલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદી ના જણાવ્યા મુજબ, આરોપીએ તેણીને બેભાન કરીને ફાયદો ઉઠાવ્યો અને તેના પર બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.