રાજકોટમાં હોમગાર્ડ ચાલુ વાહને પિચકારીને ભાગ્યો, કાર ચાલકે પીછો કરીને કહ્યું ‘મમરા ભરી દઈશ હો’, જુઓ વિડીયો….

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ – રાજકોટ, મી.રિપોર્ટર, 6ઠ્ઠી માર્ચ. 

રાજકોટ શહેરના મનપા દ્વારા છેલ્લા કેટલાય દિવસ થી જાહેરમાં થુંકનાર અને ટ્રાફિકનો ભંગ કરનારા નાગરિકો પર કડક કાર્યવાહી કરી આકરો દંડ વસુલવામાં આવી રહ્યો છે. જોકે આ કાયદો અને દંડ  હોમગાર્ડ જવાન ને લાગુ ન પડતો હોય તેવો એક વિડીયો હાલ રાજકોટમાં વાયરલ થયો છે.  

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વાત જાણે એમ ચેક કે, કાલાવડ રોડ પર બાઈક સવાર હોમગાર્ડે ચાલુ વાહને પીચકારી મારતા નજીકની કાર પર પીચકારી ઉડી હતી. આ કૃત્ય આચર્યા બાદ તુરંત હોમગાર્ડ ત્યાંથી ભાગી છૂટ્યો ગયો હતો અને  જોકે કાર ચાલકે તેનો પીછો કરીને કટારીયા ચોકડી નજીક ત્રણ શખ્સો સાથે તેને આંતરી લીધો હતો. હોમગાર્ડની બેદરકારી ને લઈને કાર  ચાલકે ઉધડો લઇ નાખ્યો હતો. 

તો બીજીબાજુ  પોતાના બચાવમાં  હોમગાર્ડે કહ્યું હતું કે, મારુ ધ્યાન નહોતું કે ક્યારે આ બની ગયું. આ વાત સાંભળીને કાર ચાલક વધુ રોષે ભરાયો હતો અને કહ્યું હતું કે, ખોટું ન બોલ નહિતર ‘મમરા ભરી દઈશ હો’, અહીંયા પૈસાની કોઈ વાત જ નથી, તું અમને લુખ્ખા સમજે છે, અમે પોલીસની ઈજ્જત કરીએ છીએ.

સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા વિડિયોમાં કાર ચાલકે હોમગાર્ડ જવાન પર રોષ ઠાલવતા સ્થળ પર હાજર પોલીસ અધિકારીને કહ્યું હતું કે, અમે આની અર્થાત હોમગાર્ડની ઈજ્જત કરીએ છીએ અને આ માણસ આવા કામ કરે છે, જો અકસ્માત થયો હોત તો તેનો જવાબદાર કોણ ? હું કે આ હોમગાર્ડ, મારી સાથે કારમાં મારી નાની બાળકી બેઠી હતી તેનો તો કમસે કમ વિચાર કરવો જોઈએ.

જે બાદ હોમગાર્ડ જવાન નરમ પડી ગયો હતો અને કહેતો સંભળાયો હતો કે ‘મોટા ભાઈ Sorry, હું સ્વીકારું છું મારી ભૂલ છે… સાંભળો પૈસાની કોઈ વાત નથી, લુખ્ખા સમજે છે અમને ? આ ખાખીની ઇજ્જત  કરીએ છીએ એટલેય..’ એ સમયે સ્થાનિક પોલીસના જવાનોએ મધ્યસ્થી બનીને માંફી માંગતા આ મામલો થાળે પડ્યો હતો. પરંતુ હોમગાર્ડ જવાન તેમજ કારચાલકો વચ્ચે થયેલ આ ઘટનાનો વિડીયો વાઈરલ  થતા કાયદાના પાલન ને લઈને ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.