રાજકોટમાં પિતરાઈ બહેનને બ્લેકમેઇલ કરીને ખુદ ભાઈ એ જ દુષ્કર્મ ગુજારી ને ગર્ભવતી બનાવી, આખરે ફરિયાદ નોંધાઈ

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-રાજકોટ, મી.રિપોર્ટર, 19મી જૂન.

સમાજમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો  એક કિસ્સો  રાજકોટમાં સામે આવ્યો છે, રાજકોટ શહેરના પોશ વિસ્તારમાં રહેતી સગીરાને અચાનક ચક્કર આવતાં તેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબ દ્વારા ચેક કરાતાં તે 5 માસની સગર્ભા હોવાનું જણાતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તો બીજીબાજુ સમગ્ર ઘટનાની જાણ સગીરાની માતાને થતા જ તેમણે આજીડેમ પોલીસ મથકમાં આરોપી પિતરાઈ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

આજીડેમ પોલીસમાં  નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે મારી સગીર વયની દીકરી જે ધો.12માં અભ્યાસ કરે છે. તેણે પોતાના ફ્રેન્ડ સમીર સાથે સોશિયલ મીડિયામાં વાતચીત કરતી હોય, જે વાતની જાણ ભૌતિક ઉર્ફે રવિ જેઠવાને થતાં તેણે મારી પુત્રીનો ફોન લઇ એમાંથી વાતચીતનો સ્ક્રીનશોટ પાડી પોતાના મોબાઇલમાં લઇ લીધો હતો.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે ત્યાર બાદ ભૌતિકે પુત્રીને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. ભૌતિક ઉર્ફે રવિએ સગીરાને કહ્યું હતું, હું તને જેમ કહું એમ નહિ કરે તો પોતાના મોબાઇલમાં રહેલા સ્ક્રીનશોપ પિતાને બતાવી દઇશ અને તને તથા તારી માતાને જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપતો હતો. એકવાર સગીરાને બળજબરીથી મવડી ચોકડીએ આવેલી ભૌતિક ઉર્ફે રવિએ પોતાની ફાઇનાન્સની ઓફિસમાં લઇ જઇ ઇચ્છા વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. આમ છ માસમાં બે-બે વાર દુષ્કર્મ ગુજારી સગીર પુત્રીને ગર્ભવતી બનાવી હતી.

આજીડેમ પોલીસે મહિલાની ફરિયાદને આધારે આરોપી સામે અપહરણ, દુષ્કર્મ, પોકસો અને ધમકી સહિત IPCની કલમ 363, 366, 376 (2) (N), 506(2), પોકસો એકટ 5 (J)(2) અને 6 મુજબ ગુનો નોંધી PI વી.જે.ચાવડા અને રાઇટર જાવેદભાઇ રિઝવીએ આરોપી ભૌતિક ઉર્ફે રવિ પ્રવીણભાઇ જેઠવાની શોધખોળ શરૂ કરી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.