મુંબઈમાં શિવસૈનિકોએ ED ઓફિસ પર નારેબાજી કરી અને ત્યાં ભાજપના કાર્યાલયનું બેનર લગાવી દીધું

www.mrreporter.in
Spread the love

મુંબઈ- મી.રિપોર્ટર, 29મી ડિસેમ્બર.

દેશમાં PMC બેન્ક કૌભાંડમાં શિવસેનાના નેતા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને પાઠવવામાં આવેલા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટ(ED)ના સમન્સ પર  શિવસેનાના નેતા સંજય રાઉતે  સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- મેરે સે પંગા મત લેના, મેં નંગા આદમી હુ. રાઉતે કહ્યું- હું આ પ્રકારની ચીજોથી ડરું તેવો માણસ નથી. ED ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યું છે. મારી પત્નીને રાજકીય વિરોધના પગલે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

 રાઉતે વધુમાં ઉમેયું હતું કે,  EDએ 10 વર્ષ જુનો કેસ કાઢ્યો છે. અમે મીડલ ક્લાસના લોકો છીએ. મારી પત્ની ટીચર છે. તેણે પોતાના દોસ્ત પાસેથી 10 વર્ષ પહેલા 50 લાખની લોન લીધી હતી. તેમાં ED અને ભાજપને શું તકલીફ છે ? હું શિવસૈનિક છું. મારી પાસે ભાજપની ફાઈલ છે. જો તેને કાઢીશ તો તમારે નીરવ મોદી અને વિજય માલ્યાની જેમ દેશ છોડીને ભાગવું પડશે. મારી પાસે 121 લોકોના નામ છે. ઝડપથી EDને આપીશ. એટલા નામ છે કે 5 વર્ષ EDએ કામ કરવું પડશે. ત્યારે EDને ખ્યાલ આવશે કે કોની સાથે પંગો લેવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, EDએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને PMC બેન્ક મની લોન્ડ્રીંગ મામલામાં પુછપરછ માટે 29 ડિસેમ્બરે બોલાવ્યા છે. તેમણે આ દિવસે મુંબઈમાં કેન્દ્રીય એજન્સી સમક્ષ હાજર થવાનું છે. તેમને EDએ ત્રીજી વખત સમન્સ પાઠવ્યું છે. આ પહેલા બે વખત તબિયત સારી ન હોવાની વાત કહીને તેઓ હાજર રહ્યાં ન હતા.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.