મિ.રિપોર્ટર, 17મી જૂન
શું તમે કશું અલગ પ્રકારનું શીખવા ઇચ્છો છો અને તમારા કોઇ શોખને પ્રોફેશનલ લેવલ પર લઇ જવા માંગતા હોવ તો એમ.એસ.યુનિવર્સિટીના સેન્ટર ફોર લાઇફ લોન્ગ લર્નિંગ એન્ડ એક્સટેન્શનમાં ચલાવવામાં આવતા શોર્ટ ટર્મ કોર્સ કરી શકો છો. આરટીઆઇ,બોન્સાઇ મેકિંગ,ઓમકાર સાધના,એન્કર,યોગા ટીચર સહિતના 36 જેટલા અભ્યાસક્રમ ચાલે છે. 10 દિવસના સર્ટિફિકેટ કોર્સથી લઇને 1 વર્ષ સુધીના અભ્યાસક્રમ લાવવામાં આવે છે. યુનિવર્સિટીમાં એડલ્ટ એજ્યુકેશનમાં શોર્ટ ટર્મ કોર્સ ચલાવવામાં આવે છે. 36 જેટલા અભ્યાસક્રમ જે લોકોને ઘણા ઉપયોગી સાબિત થાય તેમ છે. ઓપન ફોર ઓલ,એસએસસી પાસ થયેલા લોકો તથા ગ્રેજ્યુએટ સુધીના ક્રાઇટેરિયા સાથે ચલાવાય છે. ચાલુ વર્ષે 24મી જૂન સુધીમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની છે. જુલાઇ મહિનામાં અભ્યાસક્રમની શરૂઆત થશે. રાઇટ ટુ એજ્યુકેશન એકટમાં અરજી કેવી રીતે કરવી અને તેના નિયમોની જાણકારી માટે પણ 15 દિવસનો સર્ટિફિકેટ કોર્સ ચલાવવામાં આવે છે. લેટરલ થિંકિંગનો 15 દિવસનો કોર્સ ચલાવવામાં આવે છે.
ઓપન ફોર ઓલ કેટેગરીના કોર્સ
કોર્સ | ફી | સમયગાળો |
બોન્સાઇ મેકિંગ | 1500 | 15 દિવસ |
સ્પોકન સંસ્કૃત | 1000 | 30 દિવસ |
લેટરલ થિંકિંગ | 2000 | 15 દિવસ |
બિઝનેસ એટીકેટ્સ | 3000 | 30 દિવસ |
બ્યુટિશિયન | 3000 | 30 દિવસ |
ઓમકાર સાધના | 2000 | 15 દિવસ |
આરટીઆઇ | 1500 | 15 દિવસ |
સેલ્ફ ડિફેન્સ | 1000 | 15 દિવસ |
ટ્રેનિંગ ફોર સ્વીપર એન્ડ ક્લીનર | 300 | 15 દિવસ |
એન્ટ્રપ્રેન્યરશિપ | 4000 | 30 દિવસ |
એન્કર – હોસ્ટ એનાઉન્સર | 1500 | 15 દિવસ |
યોગા,એક્યુપ્રેશર અને નેચર કેર | 2500 | 45 દિવસ |
જ્વેલરી ડિઝાઇનિંગ | 10,000 | 30 દિવસ |
કેફે રેસ્ટોરન્સ સ્કિલ | 5000 | 70 દિવસ |
ફેન્સી એન્ડ હેલ્થી કુકિંગ | 2500 | 15 દિવસ |
સમગ્ર ગુજરાતમાં ઇન્ડ્રસ્ટ્રિયલ હેલ્થનો એકમાત્ર કોર્સ ચલાવવામાં આવે છે
MBBS વિદ્યાર્થી કે જેમને ઇન્ડ્રસ્ટ્રીમાં કામ કરવું છે તેમના માટે ઇન્ડ્રસ્ટ્રિયલ હેલ્થના ચાલતાં 1 વર્ષના અભ્યાસક્રમની ફી 25 હજાર રૂપિયા છે. જેમાં 1 વર્ષનો ઇન્ડ્રસ્ટ્રીનો અનુભવ જરૂરી છે.