જસદણની આલ્ફા હોસ્ટેલમાં ધો. 5ના 500થી વધુ વિદ્યાર્થીઓના કોચિંગ ક્લાસ ચાલુ, સંચાલક વિરુદ્ધ ગુનો નોધાયો

Spread the love

ક્રાઈમ-રાજકોટ, મી.રિપોર્ટર, ૨૪મી મે.

રાજ્યમાં કોરોના ની મહામારી યથાવત છે. પહેલાની સરખામણીમાં કોરોના ના કેસ ની ગતિ ધીમી પડી છે. જોકે સરકારે કોરોના ની ત્રીજી લહેરને જોતા  કોલેજ- શાળા તથા ટ્યુશન કલાસીસને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.  આવામાં રાજકોટના જસદણની આલ્ફા હોસ્ટેલમાં સરકારની ગાઈડલાઈન્સનો ખુલ્લેઆમ ભંગ કરીને ધો. 5ના 500થી વધુ વિદ્યાર્થીના કોચિંગ ક્લાસ ચાલુ રાખનાર હોસ્ટેલના સંચાલક જયસુખ સંખારવાને રંગેહાથ પોલીસે પકડી તેની  વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો જસદણ પોલીસમાં મામલતદાર દ્વારા નોંધવામાં આવ્યો છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

જસદણની આલ્ફા હોસ્ટેલમાં જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું.  બાતમીના આધારે મામલતદાર પી.ડી. વાંદા અને તેમની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડામાં ૫૦૦ થી વધુ આલ્ફા હોસ્ટેલમાં મળી આવ્યા હતા. જેમાં રાજકોટ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાનાં બાળકો હોસ્ટેલમાં હતાં. તમામ વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસમાંથી મામલતદારે છોડાવ્યા હતા અને દરેકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. 24 કલાકમાં તમામ બાળકોને પોતાનાં માતા-પિતા પહોંચાડવામાં આવશે એવી મામલતદારે ખાતરી આપી હતી. તો બીજીબાજુ ગંભીર બેદરકારી બદલ ક્લાસ-સંચાલક જયસુખ સંખારવા સામે જસદણ શહેર પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાવ્યો હતો. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.