ગુજરાતમાં કોરોના નો કહેર વધ્યો, 24 કલાકમાં 515 કેસ વધ્યા

www.mrreporter.in
Spread the love

ગુજરાત- હેલ્થ, મી.રિપોર્ટર, ૫મી માર્ચ. 

ચુંટણી બાદ રાજ્યમાં  કોરોનાનો કહેર ફરી પાછો વધી  રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 515 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 405 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 2,64,969 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 97.33 ટકાએ પહોંચ્યો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 115, સુરતમાં 110, વડોદરામાં 103 તેમજ રાજકોટમાં 56 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 2858 એક્ટિવ કેસમાંથી 43 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 2815 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4413એ પહોંચ્યો છે. 

અત્રે ઉલ્લખેનીય છેકે, અત્યાર સુધીમાં કુલ 12,37,493 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 2,90,011 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું હતું.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.