આણંદમાં આર્થિક સંકડામણથી કંટાળી માતાએ બે સંતાનો સાથે ઝેરી દવા પીધી, માતા-પુત્રના મોત, પુત્રીનો બચાવ

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-આણંદ, મી.રિપોર્ટર, ૫મી માર્ચ

રાજ્યમાં આર્થિક સંકડામણના કારણે વધુ એક પરિવારે  સામુહિક આત્મહત્યા પગલું ભર્યું છે. આણંદના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતા શાહ પરિવારના ત્રણ લોકોએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા બે લોકોના મૃત્યુ થયા છે. જયારે  એકનો બચાવ થયો છે. સમગ્ર પ્રકરણની આણંદ ટાઉન પોલીસે તપાસ શરુ કરી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આણંદ નવા બસસ્ટેન્ડ પાછળ આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા પ્રકાશભાઈ શાહ પત્ની ટીનાબેન શાહ અને બે સંતાનો સાથે અહીં રહે છે. ગુરુવારે બપોરે પ્રકાશભાઈ શાહના પત્ની ટીનાબેન શાહે અગમ્ય કારણોસર 12 વર્ષીય પુત્ર મિત અને 15 વર્ષીય પુત્રી તૃષ્ટિ સાથે બપોરે 12 કલાકની આસપાસ સેલફોસની ગોળીઓ પાણીમાં ઓગળી ગટગટાવી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

સમગ્ર ઘટના બની તે સમયે ઘરના મોભી પ્રકાશભાઈ શાહ ઘર પર ન હતા. જો કે, બપોરના સમયે તેઓ જ્યારે ઘરે પરત ફર્યા તો પોતાના સંતાનો ઉલટી કરી રહ્યા હતા અને પત્ની બાથરુમમાં બેહોશ પડ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી ગયેલા પ્રકાશભાઈ શાહે પળભરનો વિલંબ કર્યા વગર પોતાના મિત્ર અને 108 એમ્બ્યુલન્સ ને ફોન કર્યો હતો.જે 108 દ્વારા નજીકની ખાનગી હોસ્પિટલમાં તેઓએ પહોંચાડી સારવાર શરૂ કરાવી દીધી હતી. જેમાં 38 વર્ષીય ટીનાબેન પ્રકાશભાઈ શાહ અને 12 વર્ષીય પુત્રનાં મોત થયાં હતાં.  જ્યાં પુત્રી તૃષ્ટિ સારવાર મળતાં તેનો બચાવ થયો હતો, પણ તેની હાલત સ્થિર છે. 

ઘટનાની જાણ થતાં આણંદ ટાઉન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.જરૂરી પૂછપરછ અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જ્યાં  ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પ્રકાશભાઈ શાહ ની દીકરી તૃષ્ટિ એ પોલીસ અને મામલતદાર ને આપેલ નિવેદન મુજબ પરિવાર છેલ્લા દસેક માસ થી આર્થિક તંગી અને સંકળામણનો સામનો કરી રહ્યો હતો. જેને લઈ મૃતક ટીના બહેને અને બન્ને સંતાનોએ આ આત્મઘાતી પગલું ભર્યું હતું.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.