મિ.રિપોર્ટર, ૧૪મી નવેમ્બર

મુંબઈથી લંડન જતા એર ઈન્ડિયાના વિમાનમાં એક વિદેશી મહિલાએ ક્રુ મેમ્બર સાથે બબાલ કરતા માહોલ ગરમાયો હતો.

લંડન એરપોર્ટ પર વિમાન ઉતરતાની સાથે જ ક્રુ મેમ્બરે તેની ફરિયાદ સિક્યોરિટી સ્ટાફ સાથે કર્યા બાદ આ મહિલાની અટકાયત કરવામાં આવી હતી.

મળતી વિગતો પ્રમાણે 10 નવેમ્બરે એર ઈન્ડિયાના વિમાને મુંબઈથી લંડનની ઉડાન ભરી હીત.જેમાં દારુ પિરસવાના મામલે મહિલા સાથે ક્રુ મેમ્બરની તકરાર થઈ હતી.મહિલા મુસાફરને દારુ પિરસવામાં આવ્યો હતો પણ તે વાંરવાર દારુ માંગી રહી હતી.એ પછી ક્રુ મેમ્બરે વધારે દારુ સર્વ કરવાનો ઈનકાર કરતા તેણે ઝઘડો શરુ કર્યો હતો અને ક્રુ મેમ્બરને ગાળો આપવા માંડી હતી.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: