અમદાવાદમાં વૃદ્ધને હોટલ લઈ જઈ નગ્ન કર્યા, બળાત્કારની ધમકી આપી 13 લાખ માગ્યા, પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

www.mrreporter.in
Spread the love

ક્રાઇમ -અમદાવાદ, મી.રિપોર્ટર, 30મી માર્ચ.

એક મિસ કોલ માં અજાણી મહિલા સાથે દોસ્તી કરી લેનારા અને ચાર સંતાનોના 61 વર્ષીય પિતા ને હોટલમાં લઇ જઈને નગ્ન કરીને મહિલાએ પોતાની ગેંગ ને બોલાવીને રૂપિયા 13 લાખની ખંડણી માંગીને બ્લેકમેલ કરતા 61 વર્ષીય વયસ્કે બાપુનગર પોલીસ સ્ટેશનમાં મહિલા મિત્ર અને તેની ગેંગ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મૂળ અમરેલીના અને હાલ બાપુનગરમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ તેમનાં પત્ની સાથે રહે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. દસેક દિવસ પહેલાં આ વૃદ્ધને એક ફોન આવ્યો હતો, જેમાં સામે ફોન કરનારી વ્યક્તિએ પોતે “મેં આશા બોલ રહી હૂ; મુજે નોકરી કી જરૂરત હૈ”. જેથી આ વૃદ્ધએ આ યુવતીને ક્યાં રહે છે એવું પૂછતાં તેને મેઘાણીનગર ભાર્ગવ રોડ પર રહેતી હોવાનું જણાવ્યું હતું. બાદમાં વૃદ્ધએ કઠવાડા જીઆઇડીસીમાં નોકરી મળશે એવું કહેતાં યુવતીએ એ સ્થળ દૂર પડશે એમ કહ્યું હતું. બાદમાં યુવતીએ કૃષ્ણનગર પાસે કોઈ નોકરી હોય તો જણાવજો, એમ કહી વાતચીત શરૂ કરી હતી.આ બાદ બંને વચ્ચે સતત ફોન પર વાતો શરૂ થઈ હતી. 

www.mrreporter.in

એક દિવસ મહિલાએ બર્થ ડે હોવાથી હોટલ લઈ જવા કહ્યું હતું. વૃદ્ધએ જણાવ્યું, હોટલમાં તો આઈડી પ્રૂફ માગે છે તો મહિલાએ કહ્યું, તેની પાસે બધા પ્રૂફ છે. બાદમાં બંને બાપુનગર દિનેશ ચેમ્બર મધુવન હોટલ ગેસ્ટ હાઉસમાં ગયાં હતાં. હોટલમાં 600 રૂ. આપી રૂમ નંબર 503માં વૃદ્ધ ગયા હતા. જ્યાં  આશા નામની આ મહિલાએ વૃદ્ધ પાસે ત્રણ હજાર માગતાં વૃદ્ધએ બે હજાર આપ્યા હતા. બાદમાં આશા નામની આ મહિલા નગ્ન થઈ ગઈ અને વૃદ્ધને પણ નગ્ન કરી બાહોપાશમાં જકડી લીધા હતા. જોકે થોડવાર માં જ આશાએ ચાલાકી વાપરીને પોતે કપડાં પહેરી લીધા હતા. થોડીવારમાં જ  કેટલાક પુરુષ અને મહિલા રિસેપ્શન કાઉન્ટર પર બોલાચાલી કરતા હતા. બાદમાં એક વ્યક્તિ  અચાનક  આવીને કહ્યું, આશા તેની બહેન છે, એમ કહી રિક્ષામાં લઈ ગયા હતા.

જોકે તે ઘટના બાદ વૃદ્ધને અનેકવાર વાતો કરી, જો રૂપિયા  13 લાખ નહિ આપે તો બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. સતત માંગણીઓ બાદ વૃદ્ધે પોલીસને રજૂઆત  કરી હતી. આખી ઘટના હનીટ્રેપનો કિસ્સો લાગતા  બાપુનગર પોલીસે અમિષા કુશવાહ, વિકાસ ગોહિલ, રાજેશ વાઢેર, અલ્પા અને આરતી નામની મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.