અમદાવાદમાં સેનેટાઇઝર ચાલુ ગેસ પર પડતા થયો ભડકો, મહિલાનું દાઝી થવાથી મોત

www.mrreporter.in
Spread the love

અમદાવાદ-મી.રિપોર્ટર,12મી મે.

રાજ્યમાં કોરોના નો કહેર યથાવત છે, આ કહેર થી બચવા માટે સૌ કોઈ સેનેટાઇઝરનો ભરપુર પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. હવે આ સેનેટાઇઝર એક મહિલા ના મોત નું કારણ બન્યું હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. શહેરનાં નરોડા વિસ્તારમાં સેનેટાઇઝરની બોટલ ગેસ ઉપર પડતા મહિલા સગળી હતી અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

પ્રાપ્ત વિગતો મુજબ, 25 વર્ષનાં જયશ્રીબહેન દેવીલાલ લુહાર શહેરનાં નવા નરોડા વિસ્તારમાં મનોહરવિલા ચાર રસ્તા પાસે શ્યામલપાર્ક સોસાયટીમાં રહેતા હતા. તેઓ તારીખ 29મીનાં રોજ રાતના 11 વાગે પોતાના ઘરમાં દૂધ ગરમ કરતા હતા. આ સમયે રસોડોમાં ગેસની ઉપરની બાજુમાં મુકેલી ખાંડની બરણી લેવા જતાં ત્યાં બાજુમાં સેનેટાઇઝરની બોટલ હતી જે ગેસ ઉપર પડી હતી. જે બાદ અચાનક મોટો ભડકો થયો હતો. જેના પગલે તેઓ સખ્ત રીતે દાઝી ગયા હતા. તેમને તરત જ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.