૪ વર્ષમાં એસસી-એસટી ઉદ્યોગસાહસિકોએ ૪ ટકાના રીઝર્વ કોટામાંથી માત્ર ૦.૨૫ ટકાનો જ ઉપયોગ કર્યો : NSIC

Spread the love

વડોદરા, મી.રિપોર્ટર, ૨૮મી ડીસેમ્બર. 

પોતાનો નાનો ધંધો કે ઉદ્યોગ શરુ કરવા માંગતા એસસી  અને એસટી ઉદ્યોગસાહસિકોને ધંધા કે ઉદ્યોગ માટે ઓનલાઈન એપ્લાય કર્યા બાદ માત્ર ૧૫ દિવસમાં જ રૂપિયા  ૧ લાખ થી લઈને રૂપિયા ૫ કરોડ સુધીની લોન આપવામાં આવે છે. છેલ્લા ૪ વર્ષમાં એસસી  અને એસટી ઉદ્યોગસાહસિકોએ ૪ ટકાના રીઝર્વ કોટામાંથી માત્ર ૦.૨૫ ટકાનો જ ઉપયોગ કર્યો છે. અમે તેમને આવા સેમીનાર દ્વારા ધંધો કે ઉદ્યોગ શરુ  કરવા માટે માત્ર પ્રોત્સાહિત જ નહિ પણ ધંધો કે ઉદ્યોગ શરુ કરવા માટેની તાલીમ અને નાણાકીય સહાય પણ પૂરી પાડીએ છીએ એમ ગુજરાત ઔદ્યોગિક  ડેવલપમેન્ટ કોર્પોરેશન અને  નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (NSIC) ના સહયોગથી એસસી  અને એસટી ઉદ્યોગસાહસિકો માટે અત્રે આયોજિત વેન્ડર ડેવલોપમેન્ટ કાર્યક્રમમાં નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ઝોનલ ડાયરેક્ટર પી.કે.ઝા એ અત્રે જણાવ્યું હતું. 

એસસી  અને એસટી ઉદ્યોગસાહસિકો માટેના વિશેષ કાર્યક્રમ અંગે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ઝોનલ ડાયરેક્ટર પી.કે.ઝા એ વધુમાં જણાવ્યું હતું કે, આવા સેમીનાર દ્વારા  ઉદ્યોગોને સરકારી યોજનાઓનો લાભ લેવા અને તેમના વ્યવસાયને સ્થાપિત કરવા આગળ આવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.  આજના સેમિનારમાં, અમે ઉદ્યોગોને કેન્દ્રિય પીએસયુની પ્રાપ્તિ નીતિઓ વિશેની માહિતી આપી હતી.જે કંપનીઓની જરૂરિયાત સૂચિ માટે વસ્તુઓ વિશે જાણવામાં તેમને મદદ કરે છે. તેઓ સરકારની નીતિઓ વિશે પણ જાણે છે, અમારા ઉત્પાદનોને બજારમાં લાવવા માટે મદદ કરે છે. સરકાર એસસી / એસટી હબ બનાવવા માટે કામ કરી રહી છે અને અમે સરકારી ક્ષેત્રોમાં તેમની ખરીદી વધારવા માટે જાહેર ખરીદી નીતિઓ ઝડપી બનાવવા માંગીએ છીએ.