પર્સનલ ગ્રુમિંગને ઈમ્પ્રુવ કરી તમારા પ્રોફેશનલ લૂકને પરફેક્ટ બનાવો !!!!

Spread the love

મંથન

(હવે થી માત્ર દર મંગળવારે )

લેખિકા : ભૂમિકા પાઠક

સફળતામાં ડ્રેસિંગ ખુબ જ મહત્વનું છે તે વાત આપણે બધા જાણીયે છીએ, પણ ડ્રેસિંગની સાથે સાથે પર્સનલ ગ્રુમિંગ, હાઇજીન અને ડ્રેસિંગને અનુરૂપ એસેસરીઝ પણ હોવી જરૂરી છે કેમ કે તમારું ડ્રેસિંગ અને સ્ટાઇલ તમારી કંપનીને રજુ કરે છે. પરફેક્ટ ડ્રેસિંગ અને ગ્રુમિંગ માટે કંપનીનું કલ્ચર પણ સમજવું ખુબ જ જરૂરી છે, ઘણી એવી બાબતો છે જેને ઈમ્પ્રુવ કરી ને પ્રોફેશનલ લૂકને પરફેક્ટ બનાવી શકાય :

ડે – મેક અપ :

તમારી સ્કિન ટોન અને સ્કિન ટાઇપ પ્રમાણે પ્રોપર મેક અપ એપ્લાય કરવો જોઈએ, ગુડ SPF અને મૉઇસ્ચઓરાઈઝર સૌથી મહત્વનું છે, પ્રીફર બ્રાઇટ લિપસ્ટિક અને અવોઇડ ડાર્ક આઈ લાઇનર્સ.

પરફયુમ :

ઘણા બધા લોકો આ મહત્વની વસ્તુને ઈગનોર કરતા હોય છે, પણ તમારી ફર્સ્ટ ઇમ્પ્રેસન ક્રિએટ કરવામાં સૌથી ઈમ્પોર્ટન્ટ છે,માર્કેટમાં બજેટમાં સારી બ્રાન્ડના પરફયુમ્સ ઉપલબ્ધ છે. ચૂસ લાઈટ અને લોન્ગ લાસ્ટીંગ પરફયુમ જે તમને સૂટેબલ લાગે, અવોઇડ સ્ટ્રોંગ એન્ડ ચીપ બ્રાન્ડ કેમ કે એ સ્કિનને નુકશાન પહોંચાડી શકે છે, કોઈ એ કહ્યું છે કે “એ વુમન હુ ડસ નોટ યુઝ પરફયુમ હેસ નો ફયુચર” પણ મેન હોય કે વુમન બંને માટે પરફયુમ સરખું જ મહત્વનું છે.

જ્વેલરી સ્ટાઇલ:

વર્કિંગ વુમને અવાજ કરે એવી કોઈ પણ જ્વેલરી ના પહેરવી જોઈએ, લોન્ગ, ટેકી ઈયરિંગ્સની જગ્યાએ સ્મોલ ડાયમંડ યોગ્ય રહેશે.

હેર સ્ટાઇલ :

હેર નિટ અને પરફેક્ટ હોવા જોઈએ, મોટા ભાગે પોનીટેઈલ કે બન વધુ પ્રેફર્ડ હોય છે, હેર કલર નોર્મલ હોવો જોઈએ, ખુબજ ડીફરેન્ટ કલર્સની હાઈલાઇટ્સ અને જેલ્સને અવોઇડ કરવા જોઈએ.

નેઇલ પેન્ટ :

આપણે મોટા ભાગે વાત કરવામાં હાથનો ઉપયોગ વધારે કરીએ છીએ, આથી હાથ અને નેઇલ્સ નીટ અને કલીન હોવા જોઈએ, યુઝ લાઈટ એન્ડ ટ્રાન્સપરન્ટ નેઇલ કલર્સ, કોર્પોરેટ કલ્ચરમાં નેઇલ આર્ટસ અને નેઇલ જેવેલ્સ ક્યારેય માન્ય નથી.

મારા પ્રોફેશનલ લૂક અને પર્સનલ ગ્રુમિંગ પર ધ્યાનમાં રાખેલી આ નાની નાની વાતો તમારી સફળ કારકિર્દીમાં પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ રીતે ખુબ જ મોટું યોગદાન આપી શકે છે.

( વાંચકો આપને આ ન્યુઝ કેવા લાગ્યા તથા સ્ટોરી કેવી લાગી ? આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whats app no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો )