હેલ્થ ટીપ્સ, મિ.રિપોર્ટર, ૩જી ફેબ્રુઆરી.
દરેકના જીવનમાં સેક્સ એક એવો અનુભવ છે, જે આંતરિક ખુશી આપે છે. એટલું જ નહિ પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ અસરકારક છે. જીવનમાં સેક્સ નું ઘણું મહત્વ છે. પણ આજના સ્ટ્રેસ, ટેન્શન અને ભાગદોડની જીંદગીમાં તે છીનવાઈ ગયું છે. આ બાબતોના કારણે જ આજના કપલ્સમાં સેક્સ ડ્રાઈવ ઓછી થઈ ગઈ છે. આ સમસ્યા એક વ્યક્તિ કે કપલ્સની નથી. પરંતુ ઘણા બધા કપલ્સ આ સમસ્યામાંથી પસાર થઇ રહ્યા છે. ઘણા કપલ્સ તો આના લીધે છુટાછેડા પણ લઇ ચૂકયા છે.
સ્ટ્રેસ અને ટેન્શનના લીધે કપલ્સમાં સેક્સ ડ્રાઈવ ઓછી થવાની ઘણી ફરિયાદો સેકસોલોજિસ્ટ પાસે આવી રહી છે. શહેરના જાણીતા સેકસોલોજિસ્ટના મતે, ૧૦૦ માંથી ૪૦ થી વધુ કપલ્સ ફરિયાદ કર છે કે, તેમનામાં સેક્સની ઈચ્છા ખતમ થઈ ગઈ છે. અથવા તેઓ સેક્સનો ભરપૂર આનંદ ઉઠાવી શકતા નથી. મેડીકલ અભ્યાસ મુજબ એમ કહેવાય છે કે, મહિલાઓમાં સૌથી વધારે સેક્સ ડ્રાઈવ એટલે કે કામેચ્છા હોવાનું મનાય છે, પરંતુ બદલાતી લાઈફસ્ટાઈલના કારણે હવે તેમનામાં આ ઓછી થઈ ગઈ છે. પરંતુ જો તેઓ ચાર પોષક તત્વો ઉપરાંત પોતાના રોજિંદા રૂટીનમાં ફેરફાર કરીને સેક્સની ઉત્તેજના વધારનારા ફૂડનું સેવન કરીને તમે પોતાની સેક્સ ડ્રાઈવને વધારી શકો છે. આ ઉપરાંત એક્સર્સાઈઝ અને કટેલાક કપલ યોગા દ્વારા પણ કામેચ્છા વધારી શકો છો.
સેકસોલોજિસ્ટના માટે કપલ્સે સેક્સ ડ્રાઈવ વધારવા માટે ક્યાં ચાર પોષક તત્વો લેવા પડશે ?
- મેગ્નેશિયમ મસલ્સને રિલેક્સ કરી ક્રેમ્પ્સથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ ઈન્સ્યુલિનું લેવલ જાળીને પીડીઓડી દૂર રાખવામાં મદદ કરે છે. આથી રોજનું ઓછામાં ઓછું 320 મિલીગ્રામ મેગ્નેશિયમ શરીરની અંદર જવું જરૂરી છે.
- શરીરમાં જો વિટામિન ડીની ઉણપ થઈ જાય તો તેનાથી હાડકા કમજોર થઈ જાય છે સાથે યીસ્ટ ઈન્ફેક્શન અને વજાઈનામાં ઈન્ફેક્શન થઈ શકે છે. વિટામિન ડી એન્ટીમાઈક્રોબિયલ કમ્પાઉન્ડ્સ કેથેલિસિડન્સના પ્રોડક્શનને રિવાઈવ કરે છે.
- રોજ સવારે એક ચમચી માકા પાઉડરને પોતાના ડાયેટમાં શામેલ કરો. આ માં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન ડી હોય છે. આ તત્વ સ્ટ્રેસ હાર્મોનને ઓછું કરવામાં મદદ કરે છે. હકીકતમાં આ સ્ટ્રેસ હાર્મોન સેક્સ હાર્મોનને ધીમે-ધીમે જડ મૂળથી ખતમ કરી નાખે છે.
- ફાઈબર શરીરમાંથી એસ્ટ્રોજનને વધારે પ્રમાણમાં નીકળવામાં મદદ કરે છે. આ હાર્મોન પ્રિમેન્ટ્રૂઅલ સિન્ડ્રોમ (PMS)ને ઓછું કરવામાં અને યૂટર્સ ફાઈબ્રોઈડ્સ ખતમ કરવામાં મદદ કરે છે.
Tags: Gujarati News, ગુજરાતી સમાચાર, News in Gujarati, Gujarati Samachar, Gujarati News, Gujarati Samachar , ગુજરાતી સમાચાર from Gujarat, India and World. Get news in Gujarati ગુજરાતી સમાચાર from sports, entertainment, politics and more.
hastag: #Gujarati News, #ગુજરાતી સમાચાર, #News in Gujarati, #Gujarati Samachar, #Gujarati News, #Gujarati Samachar , #ગુજરાતી સમાચાર from Gujarat, #India and World. #Get news in Gujarati #ગુજરાતી સમાચાર from sports, #entertainment, #politics and more.