જમીન દલાલ સાથે અનૈતિક સંબંધ, પત્ની ને જમીન દલાલ સાથે ઘરમાં જોતા ગુસ્સે ભરાયેલા પતિએ પ્રેમીને ઢોર માર માર્યો, પ્રેમીનું મોત

www.mrreporter.in
Spread the love

વડોદરા-મી.રિપોર્ટર, ૧૭મી ફેબ્રુઆરી. 

શહેરના બાજવા-કરચિયા રોડ પર આવેલા જલારામનગરમાં રહેતા જમીનદલાલના બાજવા-કરચિયા રોડ પર આવેલા ગિરિરાજ ફ્લેટમાં રહેતી પરિણીતા સાથે આડાસંબંધ હતા.  જેમાં પરિણીતાના પતિએ બંનેને ઘરમાં જોઈ જતાં જમીનદલાલની હત્યા કરી નાખી હોવાનો પોલીસ-તપાસમાં ઘટસ્ફોટ થયો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરા શહેર નજીક બાજવા ગામમાં 3, જલારામનગરમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢિયાર(ઉં.40), પત્ની જશોદાબેન અને માતા સાથે રહેતા હતા. તેઓ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સોમવારે મોડી રાત્રે બાજવા-કરચિયા રોડ પર આવેલા ગિરિરાજ ફ્લેટમાં રહેતા મહેશ જનકભાઇ પંચાલે પોલીસ કંટ્રોલરૂમને વર્ધી આપી હતી, જેને આધારે પોલીસ મહેશ જનકભાઇ પંચાલ અને મહેન્દ્ર ઉર્ફે મહેશભાઈ પઢિયારની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી.

www.mrreporter.in

આ દરમિયાન મહેન્દ્રભાઇને અચાનક ગભરામણ થતાં પોલીસ તેને બાજવાના સરકારી દવાનાખામાં લઇ ગઇ હતી, જ્યાં પોલીસે તેને મૃત જાહેર કર્યો હતો. આમ, જમીનદલાનનું રહસ્યમય મોત થતાં પરિવારજનો સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયાં હતાં અને મહેન્દ્ર ઉર્ફે મહેશભાઈનું મોત પોલીસના મારથી થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

પરિવારજનોના આક્ષેપને પગલે જવાહર પોલીસ અને એસીપી બકુલ ચૌધરીએ સઘન તપાસ શરૂ કરી હતી અને મૃતકનું સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં કપાળ અને નાકના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોત થયું ઘટસ્ફોટ થયો હતો. પોલીસે મહેશ પંચાલની પૂછપરછ કરતાં એમાં પણ મહેન્દ્રને માર માર્યા બાદ મોત થયું હોવાનું ખૂલ્યું હતું. જવાહરનગર પોલીસે મૃતકના ભત્રીજા નિલેશ સોલંકીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.