મિ.રિપોર્ટર, ૨૮મી નવેમ્બર. 

કલોલમાં આવેલી સ્કૂલના સંચાલક અને મહિલા પ્રિન્સિપાલ વચ્ચે પ્રેમ સંબંધમાં  અન્ય યુવતી સાથેના સંચાલકના સંબધોથી ત્રસ્ત થઈને મહિલા પ્રિન્સિપાલે પોતાની સાથેની બેવફાઈનો બદલો લેવા માટે પ્રેમી સંચાલક અને અન્ય સ્ત્રી સાથેના અશ્લીલ ફોટા ફેક આઈડી બનાવીને ફેસબુક પર વાઈરલ કર્યા હતા.

અમદાવાદમાં રહેતા અને કલોલમાં આવેલી સ્કૂલના સંચાલકના ધરે એક યુવતી બાળકોને ભણાવવા માટે આવતી હતી. અવારનવાર ઘરે આવતી હોવાથી સંચાલકને તે મહિલા સાથે મિત્રતા થઈ હતી. સંચાલક અને મહિલા વચ્ચે એટલી ગાઢ મિત્રતા થઈ કે યુવતીને પોતાની સ્કૂલમાં જ પ્રિન્સિપાલ તરીકે નોકરી પણ રાખી દીધી, બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. સંચાલક અને મહિલા પ્રિન્સિપાલ વચ્ચેના શરમજનક હોમવર્ક નો વિષય સ્કૂલમાં ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહિ પણ બંને નો પ્રેમસબંધ  સોશિયલ મીડિયામાં છવાયો હતો

હદ તો ત્યાં થઇ જ્યારે એક દિવસ પ્રેમી સંચાલકને અન્ય મહિલા સાથે જોઈ જતા પ્રિન્સિપાલ ભડકી ઉઠી હતી.  તેણીએ સંચાલકની  બેવફાઈનો બદલો લેવા માટે પ્રેમી સંચાલક અને અન્ય સ્ત્રી સાથેના અશ્લીલ ફોટા ફેક આઈડી બનાવીને ફેસબુક પર વાઈરલ કરતા વિવાદ સર્જાયો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે યુવતી પરિણીત હતી પણ પ્રેમમાં તેણીએ પોતાના પતિને પણ તલાક આપી દીધો હતો.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: