દિલ્હીમાં ત્રીજી લહેર માં દરરોજ સામે આવશે 45,000 કોરોનાના કેસ, આઇઆઇટી-દિલ્હીએ સરકારને આપી ચેતવણી

www.mrreporter.in
Spread the love

હેલ્થ -નવી દિલ્હી, મી.રિપોર્ટર, ૨૯મી મે. 

દેશમાંથી કોરોના નો કહેર સંપૂર્ણ રીતે ખતમ થવાનો નથી, હાલમાં કોરોના ના કેસ પ્રમાણમાં ઘટ્યા છે ત્યાં આઇઆઇટી-દિલ્હી (IIT-Delhi) એ પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે દિલ્હી સરકાર ને કોરોનાના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઇએ.  દિલ્હીમાં  કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણના દરરોજ લગભગ 45,000 કેસ નોંધાઇ શકે છે. તેમાંથી 9,000 દર્દીઓ એવા હશે. જેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

કોરોનાની ત્રીજી લહેરને લઇને દિલ્હી હાઇકોર્ટમાં જમા કરાવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના સંકટમાંથી બહાર નિકળવા માટે શહેરને દરરોજ કુલ 944 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડશે. તેને લઇને જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની પીઠે દિલ્હી સરકાર પાસે 4 અઠવાડિયાની અંદર એક ચાર્જશીટ દાખલ કરવા માટે આદેશ આપ્યો છે. 

કોર્ટમાં જમાવેલા કરાવેલા  રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણોના આધારે આપવામાં આવેલી સમયસીમા સુધી જરૂરી પગલાં ભરવાની યોજના ને પણ દિલ્હી સરકાર ને પોતના જવાબમાં  જણાવવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટે આ રિપોર્ટના નિષ્કર્ષોમાંથી એકને મહત્વપૂર્ણ ગણાવતાં કહ્યું કે સરકારને વિભિન્ન સ્થળો પર અને હોસ્પિટલોમાં ઓક્સિજન ઉત્પાદન એકમો સ્થાપવા જોઇએ તેવી પણ સલાહ આપી છે. 

આઇઆઇટી દિલ્હીએ પોતાના રિપોર્ટમાં ત્રણ  સ્થિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલી સ્થિતિમાં કોરોનાની બીજી લહેરની જેવી પરિસ્થિતિઓ રહેવા પર દર્દીઓની સંખ્યા, હોસ્પીટલમાં ભરતી થનાર લોકોની સંખ્યા, ઓક્સિજનની જરૂરનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બીજી સ્થિતિ નવા કેસના 30 ટકા વધવાની સંભાવના વચ્ચે પડનારી  જરૂરિયાતોને લઇને છે. તો ત્રીજી સ્થિતિમાં દર્દીઓની સંખ્યા 60 ટકાના વધારો થવાની વાત કરવામાં આવી છે. આ ત્રીજી સ્થિતિમાં દરરોજ 45 હજારથી વધુ કેસ આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.