જો તમે તમારું WhatsApp ચાલુ રાખવા માંગો છો, તો આજે જ કરી લો આ કામ, નહિ તો 15 મે ના રોજ બંધ થઈ જશે તમારું WhatsApp, વાંચો કેમ ?

Spread the love

ટેકનોલોજી- મી.રિપોર્ટર, ૪થી મે. 

સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp દરેક ની વાતચીત અને એકબીજા સાથે સંપર્ક ની જરૂરીયાત બની ગઈ છે.  પણ છેલ્લા એક બે વર્ષ થી WhatsApp તેની પ્રાઇવેસી પૉલિસીને ભારે ચર્ચામાં રહ્યું છે.  પ્રાઇવેસી પૉલિસીના લીધે ભારતમાં તો તે ભારે વિવાદમાં રહ્યું છે. ભારતમાં WhatsApp ના સૌથી વધારે યુઝર પણ છે. ખુદ કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરીને WhatsApp ને તેની  પ્રાઇવેસી પૉલિસી બદલવા માટે સખ્ત શબ્દોમાં ટીકા કરી હતી. વિવાદમાં આવ્યા બાદ WhatsApp એ ત્રણ મહિના માટે પ્રાઇવેસી પૉલિસી રદ કરી દીધી હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

હવે WhatsApp તેની પ્રાઇવેસી પૉલિસી ને લઈને પુન : ચર્ચામાં છે. વોટ્સએપની નવી પ્રાઇવેસી પૉલિસી 8 ફેબ્રુઆરીથી અમલમાં આવવાની હતી, પરંતુ તે જ મહિનામાં 15 મે 2021 ના રોજ પ્રાઇવેસી પૉલિસી લાગુ થઇ રહી છે. પ્રાઇવેસી પૉલિસીને લઈને WhatsApp સતત તેના યુઝરને નોટિફિકેશન આપી રહ્યું છે, એટલે કે WhatsApp ની પ્રાઇવેસી પૉલિસીને તમારે 15 મે 2021 પહેલાં સ્વીકાર કરવી પડશે.

જો તમે તેની પ્રાઇવેસી પૉલિસી નો સ્વીકાર કરશો નહીં તો શું થશે ? ચાલો જાણીએ.

15 મેના રોજ WhatsApp ની નવી પોલિસી લાગુ થવા જઈ રહી છે અને આ વખતે કંપની તેને વધુ લંબાવવા ના મૂડમાં નથી. કંપનીએ સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, જે યુઝર WhatsApp ની આ નવી પૉલિસી 15 મે સુધીમાં સ્વીકાર નહીં કરે તો તેના પછી તેઓ ના તો કોઈને મેસેજ કરી શકશે અને ના તો મેસેજ પ્રાપ્ત કરી શકશે. સરળ શબ્દોમાં કહીએ તો, તેમનું WhatsApp ત્યાં સુધી બંધ રહેશે જયાં સુધી લોકો આ નવી પૉલિસી નો સ્વીકાર નહીં કરે.

WhatsApp એ કહ્યું છે કે, જ્યાં સુધી યુઝર આ શરતોનું પાલન નહીં કરે ત્યાં સુધી કોઈ મેસેજ સેંડ અથવા રિસીવ નહિ કરી શકે. જે લોકો આ નવી શરતો નો સ્વીકાર નહિ કરે તેમનું એકાઉન્ટ ઈનએક્ટિવ દેખાશે અને ઈનએક્ટિવ એકાઉન્ટ 120 દિવસ બાદ ડિલીટ થઇ જશે. શરતો સ્વીકારવા માટે, કંપની દરરોજ અથવા થોડા દિવસો સુધી નોટિફિકેશન આપતી રહેશે અને પછી તેને પણ બંધ કરી દેશે.

WhatsApp પહેલા થી જ ફેસબુક સાથે કેટલીક માહિતી શેર કરે છે, જેમ કે યુઝરના આઇપી એડ્રેસ અને પ્લેટફોર્મ દ્વારા ખરીદી કરવાની માહિતી પણ પહેલાથી શેર કરે છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.