ટેકનોલોજી-મી.રીપોર્ટર, 28મી ઓકટોબર
કોરોના ના લીધે સમગ્ર રોજિંદા જીંદગી ને ઘણી વિપરીત અસર થઇ છે. જોકે કોરોના ના લીધે લોકોની જિંદગી ડિજિટલ વધુ બની ગઈ છે. જીવનમાં આ કપરાં સમયમાં દરેક વ્યવહાર બની ગયા છે. તે પછી ઘર માટે કરિયાણું મંગાવાનું હોય કે પછી વર્ક ફ્રોમ હોમ હેઠળ ડિજીટલ જોબ કરવાની હોય. તમામ વ્યવહારમાં મોબાઈલ ડેટા અથવા તો વાઈફાઈ નો વપરાશ પણ જરૂરી બની ગયો છે.
ભારત ના મોટા ભાગના લોકો તો મોબાઇલ ડેટા – ઈન્ટરનેટ પર જ કોરોના ના કારણે ઘરે રહી ને લોક ડાઉન માણ્યો હતો. મોબાઇલ ડેટાની મદદ થી જ ઘરે રહી અવનવી વેબ સિરીઝ, ફિલ્મો, નાટક, જુના સીરીયલ ના એપિસોડ ની મજા માણવાની સાથે સાથે પોતાના સંતાનો ના ઓનલાઈન કલાસીસ પણ કરાવ્યા હતા. એમાં ઓનલાઈન કલાસીસ તો મોબાઇલ નેટ દ્વારા ચાલી રહ્યા છે. આ બધા માટે લોકો ને મોટા પ્રમાણમાં મોબાઇલ ડેટા નો વપરાશ કરવો પડયો છે. લોકોને આ પ્રકાર ની સમસ્યાથી મુક્તિ આપવા માટે મોબાઇલ કંપનીઓ રૂપિયા ૨૦૦ અંદર રીચાર્જ પ્લાન લઈને આવ્યા છે. જુઓ કોનો બેસ્ટ રિચાર્જ પ્લાન અત્યારે જીઓ, એરટેલ અને વીઆઈ ઉપલબ્ધ છે.
જીઓ રૂ. 149 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર જીઓ દ્વારા યુઝર્સ ને દરરોજ ના 1જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે અને તે લિમિટ પુરી થયા પછી સ્પીડ ઘટી અને 64કેબીપીએસ ની કરી દેવા માં આવે છે. અને આ પ્લાન 24 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે અને તેની અંદર જીઓ ટુ જીઓ અનલિમિટેડ કોલિંગ ની સાથે JIO to નોન JIO કોલ્સ માટે 300 મિનિટ આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ 100 SMS ની સુવિધા પણ આપવા માં આવે છે. અને જીઓ કોમ્પ્લિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવેલ છે.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
JIO રૂપિયા 199 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સ ને કુલ 42જીબી ડેટા આપવા માં આવે છે અને ગ્રાહકો ને 28 દિવસ માટે દરરોજ ના 1.5જીબી ડેટા આપવા માં આવે છે. જીઓ ટુ જીઓ અનલિમિટેડ કોલિંગ ની સાથે જીઓ ટુ નોન જીઓ કોલ્સ માટે 1000 મિનિટ આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ 100 SMS ની સુવિધા પણ આપવા માં આવે છે. અને જીઓ કોમ્પ્લિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવેલ છે.
Airtel રૂપિયા 199 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 1 જીબી ડેટા ની સાથે અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS ની સુવિધા 24 દિવસ ની વેલિડિટી ની સાથે આપવા માં આવે છે. અને તેની સાથે સાથે હેલોટ્યુન, વીક મ્યુઝિક, અને એરટેલ એક્સટ્રીમ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 28 દિવસ ની વેલિડિટી માટે દરરોજ ના 2 જીબી ડેટા આપવા માં આવે છે, અને તેની સાથે અનલિમિટેડ કોલિંગ અને 300 SMSની સુવિધા પણ આપવા માં આવે છે. અને તેની સાથે સાથે હેલોટ્યુન, વીક મ્યુઝિક, અને એરટેલ એક્સટ્રીમ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. સાથે 2 લાખ ની ભારતી એક્સઆ લાઈફ ઇન્સ્યોરન્સ પણ આ પ્લાન ની સાથે આપવા માં આવે છે.
Airtel રૂપિયા 149 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 28 દિવસ ની વેલિડિટી માટે દરરોજ ના 2 જીબી ડેટા આપવા માં આવે છે, અને તેની સાથે અનલિમિટેડ કોલિંગ અને 300 SMSની સુવિધા પણ આપવા માં આવે છે. અને તેની સાથે સાથે હેલો ટ્યુન, વીક મ્યુઝિક, અને એરટેલ એક્સટ્રીમ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
Vi રૂપિયા 199 રિચાર્જ પ્લાન
વી.આઇ. 199 રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને 24 દિવસના સમયગાળા દરમિયાન 1 જીબી દૈનિક ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 SMSની આપવામાં આવે છે. તે વી મૂવીઝ અને ટીવીની પણ આકર્ષક ઓફર્સ પણ આપવા માં આવે છે.
Vi રૂપિયા 149 રિચાર્જ પ્લાન
149 રૂપિયાવાળા આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગ સુવિધાવાળા 3 જીબી ડેટા અને 300 SMS ની સાથે 28 દિવસની માન્યતા આપવામાં આવે છે. તે વી મૂવીઝ અને ટીવી નું એક્સેસ પણ આપવા માં આવે છે.
(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)