તારે બાળક જોઈતું હોય તો તું મારા મિત્ર જોડે સંબંધ રાખ, કોઈને ક્યાં ખબર પડવાની છે ? વાંચો ?

અમદાવાદ, મિ.રિપોર્ટર, ૩૧મી ડીસેમ્બર. 

રાજ્યમાં ફેમિલી કોર્ટને લગતા અનેક રસપ્રદ અને વિચિત્ર કિસ્સાઓ રોજેરોજ બનતા રહે છે. આવો જ અમદાવાદની એક ફેમિલી કોર્ટનો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારની એક પરિણીતાએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં દાવો કર્યો છે કે, મારો પતિ નપુંસક છે, લગ્નના પહેલા દિવસથી જ પતિએ કોઈ સંબંધ બાંધ્યા નથી.

પરિણીતાએ કોર્ટ સમક્ષ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,  પતિએ મારી સમક્ષ  ખુલાસો કર્યો કે, મને શારીરિક તકલીફ છે અને તેનો ઇલાજ ચાલી રહ્યો છે. મારી મરજી થશે ત્યારે તારી સાથે સંબંધ રાખીશ, એટલું જ નહીં પરંતુ હદ તો ત્યાં થઈ કે, પતિએ એવી ઓફર મૂકી કે, બાળક જોઈશે એટલે તું મારા મિત્ર જોડે સંબંધ રાખજે, ક્યાં કોઈને ખબર પડવાની છે કે કોનું સંતાન છે. પતિ ઇલાજ માટે એક લાખ માગી રહ્યો છે. પતિ સામે આ ગંભીર આક્ષેપો સાથે પરિણીતાએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટે દાવો કર્યો છે. બે દિવસ પહેલાં જ આ કેસ સુનાવણી માટે આવ્યો હતો, જેમાં કોર્ટે વધુ સુનાવણી પ્રક્રિયા જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં નિયત કરી છે.