સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયાએ તેમના બૅંક અકાઉન્ટ હોલ્ડર્સને એક વોટસએપ મેસેજને લઈને ચેતવણી આપી 

ટેકનોલોજી-મિ.રિપોર્ટર, ૧૩મી માર્ચ

વોટસએપ અને સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા વચ્ચે શું સબંધ હોઈ શકે ? આ પ્રશ્ન સામે મોટાભાગના લોકો કહેશે કે, કશું જ નહિ. જો તમે પણ કઈક આવું જ વિચારતાં હોવ તો જરા થોભજો,  કેમકે હાલમાં વોટસએપ અને સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા વચ્ચે  ઘણો સીધો જ સબંધ છે. સોશિયલ મીડિયા પર હેકર્સના વધેલા પ્રભાવ વચ્ચે  સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા તેમના બૅંક અકાઉન્ટ હોલ્ડર્સને એક વોટસએપ મેસેજને લઈને ચેતવણી આપી છે. સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયાએ આ મેસેજના ઉપયોગ થી  યુઝર્સની ખાનગી જાણકારી લીક થઈ શકે છે તેમ હોઈ તેનો ઉપયોગ નહિ કરવાની સુચના આપી છે. SBI એ યુઝર્સને ચેતવણી આપતા કહ્યું કે OTPથી જોડાયેલ એક મેસેજ વોટસએપ પર આવી રહ્યો છે. જેનાથી લોકોને સાવચેતી રાખવાની જરૂર છે.

સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયાએ શું ચેતવણી આપી ? 

1. હેકર્સ દ્વારા સૌથી પહેલા યુઝર્સને OTP વિશે જાણકારી આપવામાં આવે છે. પછી તેનો વિશ્વાસ કેળવીને યુઝર્સ પાસેથી  સાચો OTP માંગવામાં આવે છે. 

2. વોટસએપ મેસેજમાં લિંક પણ સામેલ છે. જેથી તમે લિંક પર કિલક કરશો અને તમારા ફોનમાં એક વાયરસ વાળી એપ ઈન્સટોલ થઈ જશે.

3.આ એપની મદદથી તમારા ફોનથી OPT ચોરાઈ જશે અને હેર્ક્સ તેનો ગેરઉપયોગ કરીને પૈસા ઉપાડી લે છે.

4. આ પ્રકિયા પહેલા એક વ્યકિત તમને બૅંક અધિકારી તરીકે વાત કરશે, જ્યાં તમને તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડને અપગ્રેડ કરવાનું કહીને કાર્ડની માહિતી મેળવી લે છે. 

5. ઠગ વ્યક્તિ તમને કહેશે કે,  તમારી પાસે એક SMS આવ્યો હશે, જે તમારા  કાર્ડ ને અપગ્રેડ કરવાનો નો મેસેજ  છે. 

6. તે પછી તમારે તે લિંકને ખોલીને કન્ફર્મ કરવા માટે કહેવામાં આવશે જે મેસેજમાં સામેલ થશે.

7. જેવા તમે લિંકને ખોલશો તમારા ફોનમાં એક એપ ઈન્સ્ટોલ થઈ જશે અને પછી તમારો OTP તે ઠગ વ્યક્તિ મેળવી લેશે.

8. તે બાદ તે ઠગ વ્યક્તિ તમારા કાર્ડથી ટ્રાન્જેકશન કરીને મોટી રકમ પળવારમાં જ ચપત કરી લેશે. 

9. જો તમારી સાથે કોઈ ફ્રોડ થાય છે તો 3 દિવસની અંદર જ રિપોર્ટ કરો.

10. રિપોર્ટ કરવા માટે તમે 1800111109 પર ફોન કરીને જાણકારી આપી શકો છો.

11. તમે SMS પણ લખી શકો છો. જેમાં તમારે Problem લખીને 9212500888 પર મોકલવાનો રહેશે.

12. જો તમારી સાથે સાચે જ ફ્રોડ થયું છે તો SBI તમને પૂરે પૂરી રકમ પાછી આપશે.

13. જ્યારે તમારી ભૂલના કારણે ફ્રોડ થયું છે તો તે કેસમાં તમને કોઈ રિફંડ આપવામાં નહી આવે.

 

જો આપને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઈક અને શેર કરો. તમે તમારાં મોબાઇલના પ્લેસ્ટોરમાંથી Mr.reporter News ની એપ ડાઉનલોડ કરો & ઝડપથી સમાચાર મેળવો. એપ્સ Mr.reporter News ની લીંક મેળવવા માટે WhatsApp કરો : 9978099786

One thought on “Whatsapp પર જો તમે આ ભૂલ કરી તો તમારાં બેંકની ડિટેલ્સ જ નહિ રૂપિયા પણ ચોરાઈ જશે ? વાંચો કેવી રીતે ?”
  1. […] મોદીનું પણ નામ ચાલી રહ્યું છે. જો નરેન્દ્ર મોદી વડોદરા લોસકભા બેઠક પર ચૂંટણી લડવા […]

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: