જો તમે રોજ 20 મિનિટ સંગીત સાંભળશો તો ટેન્શન દૂર થશે, બીજી ઘણું બધું….કેવી રીતે ?

If you listen to music every 20 minutes, then the tension will be removed, much more ... how?

હેલ્થ-મિ.રિપોર્ટર, ૨૭મી જુન. 

આજની આધુનિક લાઈફમાં બધું સ્પર્ધાત્મક વધુ બની ગયું છે. જો તમારે માર્કેટમાં ટકવા માટે ભારે મહેનત કરવી પડે છે. ઘણીવાર આ મહેનત આપણા શરીર માટે ખતરનાક બની જાય છે.  દરરોજ ભાગતા રહેવાને લીધે ઘણા બધા લોકોને રાત્રે ઊંઘ આવતી નથી. પણ અમે આજે રાત્રે ઊંઘ આવે તેવી કેટલીક ટીપ્સ આપીશું. 

રોજ રાત્રે ઊંઘ ના આવતી હોય તો દરરોજ  હળવું સંગીત સાંભળો. સંગીત સાંભળવાથી તમને સારી ઊંઘ આવશે. સંગીત માંસપેશીઓને આરામ આપે છે અને વિચારોની વ્યાકુળતા દૂર કરે છે. ખાસ કરીને સંગીત સાંભળવાથી તમારો મૂડ ખુશમિજાજ રહે છે અને સમજશક્તિ વધે છે.  આ ઉપરાંત કોઈ બીમારી હોય તો  તે પણ ધીમે-ધીમે દુર થઈ જાય છે, એટલે જ આજકાલ હોસ્પિટલોમાં પણ દર્દીઓને સંગીત સંભળાવવામાં આવે છે. જેથી દર્દી જલ્દી સાજા થઈ શકે.

તમારો તણાવ અને એકલવાયાપણું દૂર થશે

રોજ લગભગ 20-30 મિનિટ સંગીત સાંભળવાથી એકલવાયાપણું અને તણાવ દૂર થાય છે. ઘડપણમાં પણ તાજગી અનુભવશો. ઉંમરની સાથે મગજ તંદુરસ્ત થશે અને યાદશક્તિ વધશે કારણકે સંગીત સાંભળવાથી મગજની કસરત થાય છે. સંગીત વ્યક્તિમાં જીવવાની ભાવના જાગૃત કરે છે.

તમે સકારાત્મકતા અનુભવશો

સંગીત કાર્ટિસોલના સ્તરને ઘટાડે છે અને તણાવગ્રસ્ત માંસપેશીઓને આરામ આપે છે. જેથી અગાઉની તુલનામાં તમે વધારે આશાવાદી અને સકારાત્મક અનુભવશો. ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે મ્યૂઝિક સાંભળવાથી મગજ રિલેક્સ મોડમાં જતું રહે છે. ક્લાસિકલ મ્યૂઝિક સાંભળવું સૌથી વધુ ફાયદાકારક છે. રેગ્યુલર મ્યૂઝિક સાંભળવાથી મગજનું કાર્ય બરાબર ચાલે છે અને ક્રિએટિવિટી વધે છે.

તમને દુઃખાવામાં રાહત મળશે

દુખાવો શરીરનો હોય કે મનનો સંગીત બંનેમાં અસરાકરક છે. એક સ્ટડી મુજબ, અસહનીય દુખાવા વખતે દર્દીને સંગીત સંભળાવવામાં આવ્યું તો તેણે દુખાવાની પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધું. દુઃખ અને પીડાનો સામનો કરતાં લોકો જલ્દી સંગતીમાં ઓતપ્રોત થઈ જાય છે અને પીડા ભૂલી જાય છે.

તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે

સંગીત સાંભળવાથી શરીરમાં ઈમ્યૂનોગ્લોબુલિન Aમાં વૃદ્ધિ થાય છે. આ એન્ટીબોડી શ્લેષ્મ પ્રણાલીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને કોશિકાઓને સ્વસ્થ બનાવે છે. આ રીતે રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. યાદશક્તિ પણ તેજ થાય છે.

તમારામાં એકાગ્રતા વધે છે

કશું પણ વાંચતી વખતે જો તમારી પસંદનું સ્લો મ્યૂઝિક સાંભળશો તો વાંચેલું ઝડપથી યાદ રહેશે. સંગીત શીખવાની ગતિ ઝડપી બનાવે છે. સંગીત ડોપામાઈનને વધારે છે જેથી ઝડપથી શીખી શકાય છે. સંગીત મગજની બીમારીઓથી પીડાતા દર્દીઓને પણ સંભળાવવું જોઈએ. સંગીત સાંભળવાથી સ્ટ્રોકનું જોખમ ઘટે છે. સંગીત એકાગ્રતા વધારે છે.

હાઈ બ્લડપ્રેશર ઘટાડે છે

રોજ સવાર-સાંજ થોડી મિનિટો સુધી સંગીત સાંભળવાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યા ઘટે છે. લાઈટ મ્યૂઝિક સાંભળવાથી સ્ટ્રોકની સમસ્યા દૂર થાય છે. સંગીત હૃદયને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. સંગીત મગજમાં ક્ષતિગ્રસ્ત ભાગને રિકવર કરે છે.

 

આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whats App no 7016252600 & 7016252800 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
 
જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો. તમે અમારી વેબસાઈટ www.mrreporter.in ની પણ વિઝીટ કરી શકો છો.

 

Leave a Reply