વેક્સિન ન લીધી હોય તો ઓનલાઇન કલાસીસમાં એડમીશન નહિ, 100 ટકા સફળતા મળી : વડોદરા ના ક્યાં કલાસીસ સંચાલકે નિર્ણય કર્યો, જાણો…

Spread the love

એજયુકેશન- વડોદરા, મિ.રિપોર્ટર, 22મી જૂન.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર મંદ પડી છે અને કેસ ધીરે ધીરે ઘટી રહ્યા છે. પરંતુ આગામી દિવસોમાં ત્રીજી લહેર ને જોતાં વેક્સિન ને ઝડપી બનાવવામાં આવી છે. ખાસ કરી ને ધો.12 બાદ કોલેજ કરવા માંગતા કોલેજીયન વિદ્યાર્થીઓ ફરજિયાત વેક્સિન લે તે માટે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા એક ક્લાસીસના સંચાલકે એક અલગ જ નિયમ બનાવી ને જે વિદ્યાર્થીઓ વેક્સિન લીધી હોય અને તેનું પ્રમાણપત્ર હોય તેવા વિદ્યાર્થીઓને પોતાના ક્લાસીસમાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. જેને હાલમાં ભારે સફળતાં મળી રહી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે આવેલા ઠક્કર ક્લાસીસ ઘણાં જુના અને જાણીતા છે. જ્યાં એફ.વાય થી લઈને ટી.વાય ના કોમર્સના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે. દર વર્ષે 500 થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે. કોરોના કાળમાં 1.5 વર્ષ થી વધુ સમય ક્લાસીસ બંધ રહ્યાં હતા. જોકે હવે છેલ્લાં 20 દિવસ થી નિયમો સાથે ઓનલાઇન ક્લાસીસ માટે એડમિશનની કાર્યવાહી શરૂ થઈ છે. જ્યાં ક્લાસીસના સંચાલક કે.બી.ઠક્કર દ્વારા જે વિદ્યાર્થીઓ એ વેક્સિન ના બે ડોઝ લીધા હોય અને તેનું પ્રમાણપત્ર હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો લીધો હતો. જેમાં એડમીશન લેવા આવનાર વિદ્યાર્થી ને નિયમ અંગે જાણ થતાં જ તેઓ વેક્સિન લીધી હોવાનું અને તેનું પ્રમાણપત્ર લઈ ને જ પ્રવેશ લઈ રહ્યા છે. જેમાં 100 ટકા પ્રવેશની કાર્યવાહી થઈ હતી.

આ અંગે ક્લાસીસના સંચાલક કે.બી. ઠક્કરે મિ.રિપોર્ટર ને ખાસ જણાવ્યું હતું કે, ત્રીજી લહેર નો ખતરો છે, ત્યારે દરેકે વેક્સિન લેવી જરૂરી છે. અમે કોલેજના વિદ્યાર્થીઓ ને એડમીશન આપીએ છીએ. એમાંય જે વિદ્યાર્થીઓ એ બે વેક્સિન લીધી હોય તો જ પ્રવેશ આપીએ છીએ. જે વિદ્યાર્થીઓ એ એક પણ વેક્સિન લીધી ન હોય તેને તો પ્રવેશ આપતાં જ નથી. વેક્સિન લીધી ન હોય તેવા ઘણાં વિદ્યાર્થીઓને પરત મોકલ્યા છે. અમારાં આ અભિયાન ને 100 ટકા સફળતા મળી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.