આણંદ-મિ.રિપોર્ટર, ૨૭મી માર્ચ
દાદીમા જેવું નાક હોય એટલે સત્તા નથી મળી જતી. આવો વ્યક્તિગત કટાક્ષ કોંગ્રેસના નેતા અને યુપીના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી પર કેન્દ્રીય મંત્રી અને મોદીના ખાસ ગણાતા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિજય સંકલ્પ સંમેલન દરમિયાન કરતાં કર્યો છે. જેને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. તો બીજીબાજુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના વ્યક્તિગત કટાક્ષ -પ્રહાર સામે કોંગ્રેસમાં ભારે નારાજગી છવાઈ ગઈ છે.
ભાજપ રાજ્યમાં ફરી 26 બેઠકો પર ભગવો લહેરાતો કરવા માટે “વિજય સંકલ્પ સંમેલન” દ્વારા જોરશોરથી શરુ કરી દીધો છે. જેમાં આણંદમાં પોતાની સભા દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વડાપ્રધાન મોદીએ કરેલા કામોનો પ્રચાર કર્યા બાદ વિરોધીઓ પર વાર કરવાના શરુ કર્યા જેમાં તેઓ પ્રયંકા ગાંધી પર કટાક્ષ કરીને બોલ્યા કે, “દાદીમા જેવું નાક છે, દાદીમા જેવું નાક છે, જો ભાઈ દાદીમા જેવું નાક હોય અને સત્તા મળી જતી હોય તો ચીનની અંદર ઘરે-ઘરે રાષ્ટ્રપતિ ના થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય..?”
આણંદમાં પ્રિયંકા ગાંધી પર કટાક્ષ
Union Min Mansukh Mandaviya, in Anand, Gujarat: It’s being said that she (Priyanka Gandhi Vadra) has a nose like her grandmother (Indira Gandhi). If you get power by having a nose like your grandmother, then there would have been a President in every household in China. (26.03) pic.twitter.com/0URmnt5x3E
— ANI (@ANI) March 27, 2019
તો બીજીબાજુ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ટિપ્પણીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસને પ્રિયંકા ગાંધીમાં ઈન્દિરા ગાંધીની ઝલક દેખાય છે, પ્રિયંકાની બોલવાની છટાથી લઈને ડ્રેસિંગ સેન્સ અને નાક નક્શો પણ દાદી ઈન્દિરા ગાંધીને મળતો આવે છે.