તમે પેકેડ વેફર કે અન્ય નાસ્તાઓ ખાવ છો, તો જરા ચેતજો : ધીમું ઝેર ઝેર આરોગી રહ્યા છો આપ ! રિપોર્ટ વાંચો…..

www.mrreporter.in

હેલ્થ- મી.રિપોર્ટર, ૨૬મી ઓગસ્ટ. 

હાલમાં શ્રાવણ ચાલી રહ્યો છે. હવે થોડા જ દિવસો બાકી છે, તેણે પૂર્ણ થવામાં. પરંતુ ગુજરાત અને દેશમાં શ્રાવણ બાદ પણ અનેક તહેવારો આવશે, જેમાં હજારો ને લાખો લોકો ઉપવાસ કરે છે. ઉપવાસમાં ફરાળી વેફર્સ થી લઈને અનેક ચીજો તેઓ આરોગે છે. જો તમે પણ ઉપવાસમાં ફરાળી વેફર્સ થી લઈને બટાકાની વેફર્સ આરોગતા હોય તો ચેતી જજો. કેમકે જાણીતી વેફર બ્રાન્ડ્સ અવનવા પેકેડ નાસ્તામાં તમને ધીમું ઝેર પીરસી રહી છે. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે વેફરની 9 બ્રાન્ડમાં મીઠાનું પ્રમાણ જાણવા પરીક્ષણ કર્યું હતું. જેમાં  આંખો ખોલે તેવો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

CERC (કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર) દેશની 9 જાણીતી બ્રાન્ડની પોટેટો ચિપ્સમાં મીઠાનું પ્રમાણ જાણવા પરીક્ષણ કર્યું હતું, જેમાં WHO મુજબ નાસ્તામાં 100 ગ્રામની સામે સોડિયમ મહત્તમ પ્રમાણ 500 મિલીગ્રામ હોવું જોઈએ. જેની  સામે 8 બ્રાન્ડ્સમાં આ પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. માત્ર એક બ્રાન્ડની વેફરમાં જ આ પ્રમાણ WHO મુજબ ઓછું મળી આવ્યું હતું. CERC ના પરિક્ષણમાં અંકલ ચિપ્સમાં સૌથી વધુ (990મિલીગ્રામ/ 100ગ્રામ) સોડિયમ મળી આવ્યું હતું. જ્યારે પારલે વેફરમાં WHO ના બેન્ચમાર્કથી ઓછું (465મિલીગ્રામ/100 ગ્રામ) સોડિયમ મળ્યું હતું. સમ્રાટની ચિપ્સમાં 902 મિલીગ્રામ/100 ગ્રામ, હલ્દીરામ હલકે ફૂલકેમાં 756 મિલીગ્રામ/100 ગ્રામ સોડિયમ મળ્યું, જ્યારે બાલાજી અને પારલે દ્વારા પેકેજિંગ પર સોડિયમની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

www.mrreporter.in

FSSAIની ગાઈડલાઈન્સ મુજબ, કોઈ પ્રોડક્ટમાં 1.5ગ્રામ/100 ગ્રામથી વધુ મીઠું (600મિલીગ્રામ સોડિયમ/100 ગ્રામ) હોય તો એ મીઠાનું સૌથી ઊંચું પ્રમાણ ધરાવતી પ્રોડક્ટ કહેવાય. જ્યારે WHO ના વૈશ્વિક બેન્ચમાર્કમાં આ પ્રમાણ મહત્તમ 500મિલીગ્રામ/ 100 ગ્રામ હોવું જોઈએ.

બ્રાન્ડ સોડિયમ                                     100gm

અંકલ ચિપ્સ                                          990 mg
પાર્લે                                                      465 mg
સમ્રાટ ચિપ્સ                                         902 mg
હલ્દીરામ                                               756 mg
બાલાજી                                                માહિતી દર્શાવેલ નથી 

દેશના તબીબો અને આર્યુવેદના નિષ્ણાતો ના મતે, ખોરાકમાં વધારે પડતું મીઠું હોય તો અનેક સમસ્યાઓ તમને ઘેરી વળે છે. નાની ઉમરમાં જ મીઠા વાળી વેફર્સ કે અવનવા નાસ્તા ખાવાના શોખીન લોકો ને વધુ માત્રામાં સોડિયમ લેવાના કારણે લાંબે ગાળે હૃદયરોગ તથા કિડની સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. તે કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ બંને પર અસર કરે છે. મીઠું વધુ પડતું લેવાથી બ્લડપ્રેશર, સ્ટમક કેન્સર, ઓબેસિટી, વજન વધવું અને દમ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

Leave a Reply