રાજનીતિ-મિ.રિપોર્ટર, ૮મી એપ્રિલ
વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટના સમર્થનમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર મંચ પરથી મતદારોને કહ્યું હતું કે, જો કમળને મત નહિં આપો તો ઠેકાણે પાડી દઇશ. તેમની આ ધમકી સામે હવે કોંગ્રેસે વિરોધ દર્શાવી જિલ્લા ચૂંટણી અધિકારી પાસે ફરિયાદ કરી છે. એટલું જ નહિ પણ હવે આગળથી કોઈપણ ચૂંટણી પ્રચારલક્ષી કાર્યક્રમથી તેમને દૂર રાખવામાં આવે તેવી માગણી કરી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
MLA મધુ શ્રીવાસ્તવ દ્વારા મતદારો અને તે બાદ પત્રકારને અપાયેલી ધમકી અંગે વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ શૈલેષ અમીને જણાવ્યું હતું કે, ‘મતદારોને ધમકાવવા માટે અમે શ્રીવાસ્તવ સામે ફરિયાદ નોંધાવી છે. આ સ્પષ્ટરુપે ચૂંટણી આચારસંહિતાનો ભંગ છે.’ તેમની ભાષા એક જાતની ગર્ભિત ધમકી જ હતી. જો તેઓ ચૂંટણી પ્રચાર કરશે તો અમને શંકા છે કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ થઈ શકશે નહીં.’
સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો MLA મધુ શ્રીવાસ્તવની ધમકીવાળો વિડીયો વાયરલ થયા પછી સતત મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીઓ વધી રહી છે. મધુ શ્રીવાસ્તવે પોતાના મત વિસ્તાર વાઘોડિયામાં ભાજપના લોકસભા ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે યોજાયેલી જાહેર સભા દરમિયાન પોતાના સ્ફોટક ભાષણમાં જણાવ્યું હતું કે, અહિયાં ઘણા લોકો આવીને ગેરકાયદે રીતે આવીને વસ્યા છે અને તેમની તેમને ખબર છે પરંતુ વર્ષોથી અમે તેમને આશરો અને રોટલો પાણી આપ્યા છે. પરંતુ જો આ ચૂંટણીમાં આવા લોકો જો કમળને મત નહિં આપો તો ઠેકાણે પાડી દઇશ, પછી ભલે તમે આને મારી દાદાગીરી ગણો પરંતુ હું જે બોલું છું તે કરું જ છું.’
મતદારોને ધમકી આપવાનો વિડીયો વાઈરલ થયા બાદ અને વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી મુદ્દો ઉઠાવ્યા બાદ જીલ્લા ચૂંટણી અધિકારી શાલીની અગ્રવાલે નોડલ ઓફિસર અને આસિ. રિટર્નિંગ ઓફિસરને તપાસ કરવા નો આદેશ આપ્યો છે.
More Stories
VMCના ઈલેક્શન વોર્ડ નં ૪ ના જાહેર પરિણામમાં ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ, શું લોકોની વચ્ચે રહેતા કોંગ્રેસના ઉમેદવાર અનિલ પરમારને જાણી જોઇને હરાવવામાં આવ્યા ?
સોની પરિવારના સામુહિક આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો : જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ રૂ.ખંખેર્યા
વડોદરાના BJPના પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલના કર્મચારીની બર્થ ડે પાર્ટીમાં દારૂ ભરીને પાણીપુરી ખાધી, વિડિયો વાઈરલ