મિ.રિપોર્ટર, ૨૧મી નવેમ્બર. 

મધ્યપ્રદેશમાં ૨૮મી નવેમ્બરના રોજ વિધાનસભાની ચુંટણી યોજાનાર છે. આ ચુંટણીને લઈને હાલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. એવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે મુસ્લિમ મતદાતાઓ પર આપેલા એક નિવેદનનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ભારે  વિવાદ શરૂ થઈ ગયો છે. આ વિવાદિત નિવેદનમાં કમલનાથ જણાવી રહ્યાં છે કે, મુસ્લિમ કોંગ્રેસ પાર્ટીની વોટ બેન્ક છે. કમલનાથ તેની બેઠકમાં હાજર રહેલા કાર્યકરોને આરએસએસના કાર્યકર્તાઓથી સાવધાન રહેવા માટે પણ જણાવી રહ્યાં છે. કમલનાથે તેની પાર્ટીના લોકોને જણાવ્યું કે, ગત ચૂંટણીમાં મુસ્લિમ વિસ્તારમાંથી 90 ટકા વોટિંગ કેમ ન થયું તે દરેક કાર્યકરો માટે તપાસનો વિષય છે.

કોંગ્રેસ નેતા કમલનાથે વીડિયોમાં બેઠકમાં હાજર કાર્યકરોને સંબોધતા કમલનાથ જણાવે છે કે, ‘મારી તમને વિનંતી છે કે, તમે ભૂતકાળના રેકોર્ડ જોઈ લો. આરએસએસના મતદાતા શું કરી રહ્યાં છે અને તેના કાર્યકર્તા શું કરી રહ્યાં છે. છિંદવાડાની વાત કરૂ તો, મને અહીંના લોકોએ જણાવ્યું કે, આરએસના કાર્યકરો ઠેર-ઠેર ફરીને એક જ સ્લોગન લોકો સુધી પહોંચાડી રહ્યાં છે. આ સ્લોગન છે, જો હિન્દુને મત આપવો હોય તો હિન્દુ શેર મોદીને મત આપજો. જો મુસ્લિમને વોટ આપવો હોય તો કોંગ્રેસને વોટ આપજો. બસ આ બેજ લાઈનનો તે હાલ ફરી-ફરીને પ્રચાર કરી રહ્યાં છે’ વિધાનસભા ચૂંટણીમાં આરએસએસના કાર્યકરો એક ખાસ સૂત્રનો ઉપયોગ કરી રહ્યાં છે. કમલનાથે મુસ્લિમ પર કરેલા આ નિવેદનના કારણે તે હવે ભાજપનું નિશાન બની શકે છે. 

કોંગ્રેસ નેતા કમલનાથે વધુમાં જણાવ્યું હતું કે, આ તેની રણનીતિ છે અને તેમાં આપને સૌને વધુ સતર્ક રહેવું પડશે. આપને વિનંતી છે કે, આપ ભૂતકાળનો રેકોર્ડ તપાસી લો. જે ઇન્ટરનેટ પર મળશે, જે વિસ્તારમાં મુસ્લિમ મતદાતા છે ત્યાં કેટલા ટકા વોટિંગ થયું જો ત્યાં 50-60% જ મતદાન થયું હતું તો 90% મતદાન કેમ ન થયું. ગત ચૂંટણીના વોટિંગનું પોસ્ટમોર્ટમ કરવું ખૂબ જ જરૂરી છે નહિતર મોટું નુકસાન વેઠવું પડશે. હું 90ના દશકની વાત કરૂં છું અને આ આંકડા મારી પાસે છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: