જો પતિ આખો દિવસ સૂતા રહે તો પત્ની જલ્દીથી પ્રેગનેન્ટ થઇ શકે છે, જાણો કોણે કર્યો રિસર્ચમાં દાવો ?

www.mrreporter.in
Spread the love

વુમન- મિ.રિપોર્ટર, ૨૦મી જુલાઈ.

દેશની મોટાભાગની પરણિત સ્ત્રીને માતૃત્વ ધારણની ઈચ્છા હોય છે. માતા બનવાનો પ્રયત્ન કરી રહેલી સ્ત્રીઓ તેમની ફર્ટિલિટી વધારવા માટે સંભવ દરેક પ્રયત્ન કરતી રહે છે. ફર્ટિલિટી વધારનારા સપ્લિમેન્ટથી લઇને અનેક પ્રકારની કસરતો પણ સ્ત્રીઓ કરતી રહે છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

ગર્ભ ધારણ કરવાની પ્રબળ ઇચ્છા ધરાવનાર સ્ત્રીએ તેમના પાર્ટનરના આરોગ્ય વિશે ખાસ કાળજી લેવી જરુરી છે. કારણ કે સ્વસ્થ અને પૂરતી ઊંઘ લેવાથી ગર્ભ ધારણ કરવાની સંભાવના વધી જાય છે. આવું જ એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે તમારા પાર્ટનરનો ઊંઘવાનો સમય સ્ત્રી ને પ્રેગનેન્ટ થવાના ચાન્સિસ વધારે કે ઓછા કરી શકે છે.

www.mrreporter.in

બોસ્ટન યૂનિવર્સિટી સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના લોરેન વાઇસ અને એમના સાથીઓ દ્વારા કરવામાં આવેલા રિસર્ચ અનુસાર સાતથી આઠ કલાકની ઊંઘ લેનાર પુરષના સ્પર્મની ફર્ટિલિટી અને ગતિશીલતા વધી જાય છે. વાઇસ અને તેમના સાથીઓએ બેબી પ્લાન કરી રહેલા 790 કપલ્સ પર આ રિસર્ચ કર્યો હતો. આ કપલ્સને તેમના સ્લિપિંગ ટાઇમટેબલથી માંડીને લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા સવાલ કરવામાં આવ્યા હતા.

જે એક વર્ષ સુધી ચાલેલા આ અભ્યાસમાં જોવા મળ્યું હતું કે કેટલી જલ્દી કપલ્સે ગર્ભધારણ કર્યું. આ અભ્યાસમાં સામે આવ્યું હતું કે, જે પુરુષ 6 કલાકથી ઓછી ઊંઘ લેતા અથવા નવ કલાકથી વધારે સૂતા, તેમની પાર્ટનરના ગર્ભ ધારણ કરવાની સંભાવના આઠ કલાકની ઊંધ લેતાં પુરુષોની પાર્ટનરની સરખામણીએ 45 ટકા ઓછી છે. આ રિસર્ચમાં એવો ખુલાસો પણ થયો હતો કે, જે પુરુષોને ઊંઘ આવવામાં તકલીફનો સામનો કરવો પડે છે તેઓને પિતા બનવામાં પણ ઘણી સમસ્યાઓ આવે છે.

પુરુષોના સ્લીપિંગ સાઇકલ સાથે ફીમેલ પાર્ટનરના પ્રેગનેન્ટ થવાની સંભાવનાનો સંબંધ ટેસ્ટોસ્ટેરોન લેવલ હોઇ શકે છે. જોકે આ સ્ટડીમાં ટેસ્ટોસ્ટેરોન લેવલને માપવામાં આવ્યું ન હતું પરંતુ એ હોર્મોન રિપ્રોડક્શન પ્રોસેસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આરોગ્યને લગતી સમસ્યા પણ ઊંઘ અન ફર્ટિલિટી પર અસર કરી શકે છે. જે મહિલા કન્સીવ કરવાનો પ્રયત્ન કરી રહી છે તેમણે પોતાની અને તેમના પાર્ટનરના આરોગ્ય વિશે ખાસ કાળજી લેવી જરુરી છે. કારણ કે સ્વસ્થ અને પૂરતી ઊંઘ લેવાથી ગર્ભ ધારણ કરવાની સંભાવના વધી જાય છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.