જો રેગ્યુલર સેક્સ ન કરે તો, સ્ત્રીઓમાં મેનોપોઝની સમસ્યા વહેલી થાય છે, સંશોધનમાં થયો ખુલાસો….

If men do not have regular sex, menopause problems occur sooner in women, research reveals ....
Spread the love

હેલ્થ- મી.રીપોર્ટર, ૧લી ફેબ્રુઆરી. 

વિશ્વમાં જે મહિલાઓ વધુ માત્રામાં સેકસ કરે છે  અને જેઓ સેકસ્યુઅલી વધુ એક્ટીવ રહે છે. તેવી મહિલાઓને પીરિયડ્સની સમસ્યા નથી રહેતી અને મેનોપોઝ વહેલા થવાની શક્યતા ઓછી થાય છે. જયારે જે મહિલાઓ  મહિનામાં એકવાર સેક્સ કરતી મહિલાની સરખામણીએ સપ્તાહમાં એકવાર સેક્સ કરતી મહિલાઓને મેનોપોઝની સમસ્યા 28 ટકા જેટલી ઓછી થઈ જાય છે એમ એક સંશોધનમાં બહાર આવ્યું છે. 

સંશોધન- અભ્યાસમાં જણાવાયું છે કે જે મહિલાઓ મિડ લાઈફમાં વારંવાર સંભોગ નથી કરતી તેમને જલ્દીથી મેનોપોઝની શક્યતા રહે છે. યુનિવર્સિટી કોલોજ ઓફ લંડનના અભ્યાસકર્તા મેગન અર્નોટે કહ્યું કે, ‘અભ્યાસના નિષ્કર્ષ જણાવે છે કે જો કોઈ મહિલા શારીરિક સંબંધ નથી બનાવતી અને ગર્ભધારણની કોઈ શક્યતા નથી તો શરીર ઓવ્યુલેશન બંધ કરી દે છે. કેમ કે શરીર સમજે છે કે આ નકામી પ્રક્રિયા છે.’

If men do not have regular sex, menopause problems occur sooner in women, research reveals ....

અભ્યાસના તારણમાં બહાર આવ્યું કે, ‘ઓવ્યુલેશન દરમિયાન મહિલાઓમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે જેથી શરીરમાં બીમારીની શક્યતા વધી જાય છે. આ અભ્યાસ માટે 2936 મહિલાઓને પર સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસ દરમિયાન મહિલાને અનેક સવાલ કરવામાં આવ્યા હતા. જેમાં તેમના શારીરિક સંબંધોની પેટર્ન જાણવામાં આવી હતી. જેમાં યૌન સંબંધ, મુખ મૈથુન, સ્પર્શ, હસ્તમૈથુન અંગે જુદા જુદા સવાલ કરવામાં આવ્યા હતા અને તેના આધારે ભેગી કરવામાં આવેલ માહિતીને અનુલક્ષીને આ સંશોધકો આ તારણ પર આવ્યા હતા.’