કોંગ્રેસે સત્તા પાર આવી તો, વેપારીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત તથા ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરશે

www.mrreporter.in
Spread the love

રાજનીતિ-અમદાવાદ, મી.રિપોર્ટર, 11મી  ફેબ્રુઆરી 

21મી ફેબ્રુઆરીએ રાજ્યના 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, હાલમાં ચૂંટણીનો ધમધાટ પણ શરુ થઇ ગયો છે. ચૂંટણીના પ્રચાર વચ્ચે જ  કોંગ્રેસ દ્વારા આજે શપથપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરેલા શપથપત્રમાં કોંગ્રેસે કહ્યું છે કે, જો તેઓ સત્તામાં આવશે તો 24 કલાકમાં કોન્ટ્રેક્ટપ્રથા નાબૂદીની શરૂઆત કરવામાં આવશે તેમજ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા પર ભરતીપ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

કોંગ્રેસે શપથપત્ર ને જાહેર કર્યા બાદ દાવો કર્યો છે કે, સત્તામાં આવતાં જ આ પત્રમાં લખવામાં આવેલા એક-એક શબ્દનું પાલન કરવામાં આવશે. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે.

શપથપત્ર  અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપની જેમ અમે ખોટા વાયદા કે વચન આપતા નથી. અમે વાયદા નહિ, શપથ લઈને આવ્યા છીએ. ભાજપના શાસનમાં જે ખોટું થાય છે એને રાઈટ કરવું એટલે ગુજરાઇટ છે. કોંગ્રેસ કોર્પોરેશનમાં સત્તામાં મફત શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર દૂર કરવાની શપથ લઈએ છીએ. કોંગ્રેસ ગુજરાઇટ કાર્ડ લાવશે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આ કાર્ડના માધ્યમથી સુવિધાઓ અને યોજનાઓનો લાભ લઇ શકશે.

વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે મહાનગરોમાં ભાજપનું શાસન હોવા છતાં અનેક સમસ્યાઓ છે. નાગરિકો ટેક્સ ભરતા હોવા છતાં સમસ્યાનું સમાધાન થતું નથી. 

તમે આ પણ વાંચો : https://mrreporter.in/balaji-wafers-in-uttar-pradesh-rs-will-invest-rs-600-700-crore-to-build-a-food-park-in-100-acres/

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ક્યાં વચનો આપ્યા ? 

(1) સત્તામાં આવ્યા બાદ પ્રથમ કામ કોન્ટ્રેક્ટના નામે યુવા વર્ગનું શોષણ થાય છે, એ માટે આઉટસોર્સિંગ નાબૂદ કરીશું.

(2) સરકારી શાળામાં મોડલ સ્કૂલો બનાવવી અને ધો. 1 થી જ અંગ્રેજી માધ્યમ શરૂ કરી અને મફત શિક્ષણ સુવિધાઓ શરૂ કરશે.

(3) જ્યાં વરસાદી પાણીના નિકાલથી લોકોને જે નુકસાન થાય છે એ દૂર કરવા એક્સપર્ટની મદદ લઇ કામગીરી કરવામાં આવશે.

(4) શહેરી વિસ્તારોમાં પાર્કિગની સમસ્યા દૂર કરવામાં આવશે અને ફ્રી પાર્કિગ કરવામાં આવશે.

(5)  શહેરીજનો માટે ફ્રી વાઈફાઈ ઝોન બનાવવામાં આવશે.

(6) દરેકને ફ્રી પાણી મળે તેવી  સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

(7)  અત્યંત ગરીબ પરિવારને ઘરનું ઘર મળે એવો પ્રયાસ કરવામાં આવશે.

(8) આધુનિક હોસ્પિટલ અને દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક બનાવવામાં આવશે.

(9) કોરોનાકાળમાં આર્થિક નુકસાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું.

(10)  નાગરિકોના ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરીશું.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.