રાજનીતિ-મિ.રિપોર્ટર, ૮મી મે. 

દેશમાં લોકસભાની ચુંટણી હવે અંતિમ ચરણમાં છે, ૨૩ મેના રોજ પરિણામ જાહેર થશે ત્યારે દેશ-વિદેશના પંડિતો કયો પક્ષ જીતશે અને હારશે તેની સચોટ ભવિષ્ય વાણી કરી રહ્યા છે. એવામાં મધ્યપ્રદેશના ઉજ્જેમાં આવેલી વિક્રમ વિશ્વવિદ્યાલયમાં જ્યોતિષ  વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર  રાજેશ્વર શાસ્ત્રી મુસલગાંવકરે કથિત ભવિષ્યવાણી કરતા કહ્યું કે ભાજપને 300 બેઠક સાથે જંગી બહુમત પ્રાપ્ત થશે, અને NDAના ખાતામાં 300થી વધુ બેઠક જવાની છે. તેમની આ ભવિષ્ય વાણી હવે તેમના માટે મુસીબત બની ગઈ છે. 

મધ્યપ્રદેશની સરકારે તેમની આ કથિત ભવિષ્યવાણી ગમી નહોતી એટલે ચૂંટણીની આચાર સહિંતનું ઉલ્લંઘનનું કારણ આપીને તેમને સસ્પેન્ડ કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યોતિષ શાસ્ત્રના આ પ્રોફેસરે પોતાના ફેસબૂક પર ભાજપ માટે કથિત ભવિષ્યવાણી કરી હતી. ભાજપની જીત ઉપર કહ્યું કે મોદીજીને 300 બેઠક સાથે જંગી બહુમત પ્રાપ્ત થશે. અને NDAના ખાતામાં 300થી વધુ બેઠક જવાની છે.

તો બીજીબાજુ વિક્રમ વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડિ.કે બગ્ગાએ બુધવારે જાહેર કર્યું કે સોશિયલ મીડિયામાં રાજનૈતિક પોસ્ટ લખવી અને આચાર સંહિતાનું ઉલ્લંઘન બદલ અધ્યક્ષ રાજેશ્વર શાસ્ત્રી મુસલગાંવકરને સસ્પેન્ડ કર્યા છે.  જે બાદ પ્રોફેસરે જાહેરમાં માફી માગીને ફેસબુક પોસ્ટને ડિલીટ કરી દીધી હતી.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: