દિલ્હીમાં 500-500ની નોટ ઉડતી-ઉડતી આવી તો પાડોશી ડરી ગયા, પોલીસને બોલાવી પડી અને પછી તેમણે શું કર્યું ?

 
કોરોના વાઈરસ અને ચલણી નોટ ને કોઈ લેવા દેવા છે ? આ પ્રશ્નની સામે કેટલાક માથું ધુણાવીને તરત જ ના પાડશે. જો તમે પણ આવું વિચારો છો, તો જરા થોભજો. કેમકે દેશમાં હાલમાં એવી ઘટના બની રહી છે કે, જેમાં ચલણી નોટ અને કોરોના વાઈરસ વચ્ચે સીધો કે આડકતરો સબંધ છે. આવી જ  એક રસપ્રદ ઘટના દિલ્હીના કેશવપુરમ વિસ્તારમાં બની હતી.
 
પ્રાપ્ત વિગતો મુજબ, કેશવપુરમ વિસ્તારની એક ગલીમાં 500-500ની ત્રણ નોટો જોઈને લોકોમાં હડકંપ મચી ગયો હતો. ડરના માર્યા લોકો છત પરથી તાકી રહ્યા હતાં. દરેક લોકોના મનમાં ડર હતો અને આશંકા પણ કે ક્યાંક આ નોટો આવી રીતે ઉડાવવા પાછળ કોરોના ફેલાવવાની આશંકા તો નથી ને! પણ પછી પોલીસ સામે અન્ય કારણ જ સામે આવ્યું હતું. જોકે થોડીવારમાં જ પોલીસને એક કૉલ આવ્યો હતો. કૉલ કરનારે પોલીસને જણાવ્યું કે ગલીમાં 500-500ની 3 નોટ પડી છે. પોલીસ જ્યારે સ્થળ પર પડી તો એએસઆઈ કરણ સિંહે જોયું કે ત્રણ નોટ થોડી ભીની હતી. આ સાથે જ તેમણે સમગ્ર વિસ્તારને કવર કર્યો અને પોલીસે માસ્ક લગાવ્યા, હાથમાં મોજા પહેર્યા અને આ નોટને સાવધાનીથી સેનિટાઈઝ કરીને બેગમાં નાખી પોલીસ સ્ટેશન પર લાવ્યાં હતા. 

જોકે, આ ઘટના સામે આવ્યા બાદ એક મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને  તેણે પોલીસને કહ્યું કે, તે એક સરકારી શિક્ષક છે અને જ્યાંથી પોલીસ 500-500ની ત્રણ નોટ લાવી છે, એ મકાનના બીજા માળે રહે છે. તેણે જ એટીએમમાંથી દસ હજાર રુપિયા નીકાળ્યા હતાં અને કોરોના સંક્રમણના ડરથી દરેક નોટ લાવીને પહેલા ધોઈ હતી. જે પછી નોટને સેનિટાઈઝ કરી અને બાલકનીમાં સૂકાવા માટે મૂકી હતી.

 સમગ્ર ઘટના અંગે  મહિલાએ જણાવ્યું કે નોટને સૂકવ્યા પછી તે સૂઈ ગઈ હતી અને જે કંઈપણ થયું તેની કશી જ જાણ નહોતી. મહિલાના નિવેદન પછી એસએચઓ નરેન્દ્ર કુમારે નોટની સીરિઝને મેળવી અને ઓળખ માટે એટીએમની સ્લિપ જોઈ હતી. આ પછી મહિલાનો દાવો સાચો ઠર્યો હતો અને નોટ મહિલાને પરત કરવામાં આવી હતી.

 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply