વડોદરામાં પાંચ ફ્રન્ટલાઈન વોરિયર્સના હસ્તે આઈકોનીઆ સલૂન ( Iconiea Salon ) નો પ્રારંભ થયો

www.mrreporter.in
Spread the love

બિઝનેશ વુમન- વડોદરા, મિ.રિપોર્ટર, ૨૩મી જુલાઈ.

વર્તમાન સમયમાં વ્યસ્ત દિનચર્યા વચ્ચે ઘણો એવો વર્ગ છે, ખાસ કરીને યુવાધન, જે માત્ર તહેવાર કે પ્રસંગ પૂરતું નહીં પરંતુ દૈનિક રીતે પોતાનો મેકઓવર કરવા માંગતા હોય છે. તેઓના માટે હવે એક મજબૂત વિકલ્પ વડોદરા શહેરમાં ઉપલબ્ધ થઈ ગયું છે. શહેર ના રેસકોર્ષ વિસ્તારના નટુભાઈ સર્કલ પાસેના ઓવરસિઝ એવન્યુ ખાતે આઈકોનીઆ સલૂન ( Iconiea Salon )નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આઈકોનીઆ સલૂન ( Iconiea Salon ) ની વિશેષતા એ છે કે, કોરોનાકાળમાં “માનવતા પરમો ધર્મ” એ ઉક્તિ સાર્થક કરી સેવા આપનાર  શહેરના પાંચ જાણીતા તબીબો- ફ્રન્ટલાઈન વોરિયર્સના હસ્તે આઈકોનીઆ સલૂનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

 

www.mrreporter.inશહેરના હાર્દ વિસ્તારમાં આઈકોનીઆ સલૂન ( Iconiea Salon ) ખાતે પ્રોફેશનલ ટ્રેનિંગ લીધેલા કર્મચારીઓ દ્વારા અહીં આવતાં તેમના સન્માનનીય ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ થાય તે પ્રકારની બ્યુટી સલૂનની સેવા પ્રદાન કરવામાં આવશે. અત્યાધુનિક સાધનો તેમજ સારી બ્રાન્ડની કોસ્મેટિક પ્રોડક્ટની સાથે ટ્રેડિશનલ ટચ તો હશે જ. આઈકોનીઆ સલૂનમાં હેર કટ, હેર સ્પા, ફેસિયલ, જેલ પોલીશ સહિતની સેવા વિશેષ પ્રકારના પ્રોડક્ટના ઉપયોગ સાથે આપવામાં આવશે. મેલ માટે ઝેન હેર કટ અને ફિમેલ માટે માસ્ક ને ફેસિયલ એકલુઝીવ સર્વિસ મળી રહેશે.

www.mrreporter.in

આઈકોનીઆ સલૂનના સ્થાપક બીઝલ ઝવેરી શાહ છે, જે ગુજરાતમાં બ્યુટી પાર્લરની ચેન ધરાવે છે. પાર્લરના સ્થાપક બ્યુટી સલૂન ક્ષેત્રે દસ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. બીઝલ ઝવેરી શાહે જણાવ્યું હતું કે,  અમારા સલુનમાં દરેક ગ્રાહકોને પરવડે તે પ્રકારની અલગ-અલગ સર્વિસના પેકેજ ઉપલબ્ધ છે જે અત્યંત વ્યાજબી કિંમતે અને મધ્યમ વર્ગ અને વર્તમાન સમયમાં પરવડે એ પ્રકારના રાખવામાં આવ્યા છે.

વિશેષ પ્રકારની કેટલીક સેવા ઉપર સલૂનની અન્ય કેટલીક સેવાઓ વિનામૂલ્યે અથવા ઓછા દરે મળી શકશે. મહિલાઓ કે પુરુષને તેમના ફેશન તેમજ સ્કિન, હેર કે બ્યુટી અંગે કોઈ સમસ્યા હોય તો બીઝલ તરફથી ફ્રી કન્સલ્ટન્સી આપવામાં આવશે, જોકે તેના માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી અનિવાર્ય રહેશે. હાલ તેમના અલગ અલગ બે બ્રાન્ડના સલૂન કાર્યરત છે અને આઈકોનીઆ સલૂન સાથે હવે તેમની સફળતામાં વધુ એક યશ કલગી સાથે નવીન બ્યુટીપાર્લર લોન્ચ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.