15/09/2021

www.mrreporter.in

વડોદરામાં આઇકોનીઆ સલોન દ્વારા હેર કલર કલેક્શન લોન્ચ કરાયું…જુઓ તસ્વીરો….

Spread the love

વડોદરા-હેલ્થ એન્ડ બ્યુટી, મી.રિપોર્ટર, ૧૫મી સપ્ટેમ્બર. 

દેશ અને દુનિયામાં જે રીતે ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં ડિઝાઇનર કલેક્શન આવતાં હોય છે એ રીતે સલોન ઈન્ડસ્ટ્રીઝમાં સમયાંતરે જાણીતા બ્રાન્ડ દ્વારા હેર કલર કલેક્શન રજૂ કરવામાં આવતા હોય છે. શહેરના જાણીતા બિઝલ ઝવેરી શાહના આઇકોનીઆ અને બ્યુટીમંત્રા સલોનમાં ફ્રેન્ચ બાલયાઝ હેર કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું હતું. ફ્રેન્ચ બાલયાઝએ વિશ્વની ખૂબ જ પ્રસિદ્ધ લોરીઅલ પ્રોફેશનલ કંપનીએ વિકસાવેલી કલર ટેકનીક છે. લોરીઅલ તરફથી એમના નામાંકિત અને ખૂબ જ ટેલેન્ટેડ ટ્રેનર્સ દ્વારા આઇકોનીઆ અને બ્યુટીમંત્રા સલોનની ટીમને ટ્રેઈન કરવામાં આવ્યા હતા અને તેના આધારે તેઓ પોતાના માનવંતા ગ્રાહકો પર નવી કલર ટેક્નિકથી વૈશ્વિક ધોરણે ખૂબ જ ટ્રેંડમાં ગણાતી પદ્ધતિથી હેર ક્લરીંગ કરી શકશે. હેર કલર કરનારને સૌથી સુંદર અને સારા હેર કલર કરવાની ઉત્તમ સુવિધા મળી શકશે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

આ અંગે સલોનના સ્થાપક બીઝલ ઝવેરી શાહ જણાવે છે કે, આપણે ત્યાં ઇન્ડિયન સ્કિન ટૉન અને હેર ટેક્સચર માટે આ પદ્ધતિથી કરેલો કલર ખૂબ જ સુંદર લાગે છે. વૈશ્વિકસ્તરના ટ્રેન્ડ અને એ લેવલનું ક્વોલીટી વર્ક આપણે ત્યાં પણ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. ઘણી વખત ગ્રાહકોને સલોનમાં હેર કલર માટે ફોટા પસંદ કરવા માટે મેગેઝીન કે ઓનલાઈન એપ જોવી પડતી હોય છે પરંતુ આજે અમારે ત્યાં મોડેલ પર આ કલર કરવામાં આવ્યા છે અને મોડલનો સલૂન ટીમે કરેલો કલર જોઈને હવેથી ગ્રાહકોને કલર અંગેની વધુ ચોકસાઈપૂર્વક સમજ આવશે. હેર કલરના સલોન ટીમ દ્વારા કરવામાં આવેલા વર્કના પીક્સ સલોન ખાતે રાખવામાં આવશે. જેથી તેમને કલર કરવા હોય તે પ્રમાણેના કલર તેઓ કરી શકશે જે આજના કાર્યક્રમની એક ખાસિયત હતી.

This slideshow requires JavaScript.

બિજલ ઝવેરી શાહે એમ પણ ઉમેર્યું કે, આગામી સિઝન માટે પોતાનું જે હેર કલર કલેક્શન રજૂ કરવામાં આવ્યું છે તે કરવાથી એલિગન્ટ, સોબર, સીમલેસ અને સ્ટાઇલિશ લુક આવશે. જેમાં અલગ-અલગ વેરિયન્ટ શક્ય છે. આમાં સેટલથી લઇ ગ્લેમરસ લુક મેળવી શકાય છે. આઇકોનીઆ સલૂન તથા બ્યુટીમંત્રના તમામ આઉટલેટ પર આ સુવિધા ઉપલબ્ધ છે. પ્રોફેશનલ પર્સનાલિટી પ્રમાણે કલર એડજેસ્ટ પણ કરી શકાય છે. અગાઉ હેર કલર કરવું તે માત્ર સફેદ વાળ કવર કરવા માટેની પ્રણાલી હતી પરંતુ આજની જનરેશન અને ફેશન પરસ્ત લોકો માટે હેર મેકઓવર એક અલગ પર્સનાલિટી તથા ગ્લોબલ લુક આપવા માટેનું એક ઉત્તમ અને જરૂરી પાસુ છે. તે સ્માર્ટ અને સુંદર લુક આપે છે. તો આ માટે આઇકોનીઆ તથા બ્યુટીમંત્રા સલોનની અવશ્ય મુલાકાત લો અને કલેક્શન લોન્ચની ખાસ ઓફરનો લાભ લો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

%d bloggers like this: