મેં અસલમ બોડિયા,આજ સે સીધા સીધા રહૂંગા : ડોન અસ્લમ બોડિયાએ ધરપકડ બાદ પોલીસ સામે કાન પકડ્યા…જુઓ..વિડીયો..

મેં અસલમ બોડિયા,આજ સે સીધા સીધા રહૂંગા : ડોન અસ્લમ બોડિયાએ ધરપકડ બાદ પોલીસ સામે કાન પકડ્યા.

ખંડણીખોર અસલમ બોડિયાને 50 કિમી સુધી પીછો કરી પોલીસે મધ્યપ્રદેશના માંડુથી પકડ્યો : ફાઇનાન્સના મેનેજર પાસે 11 લાખની ખંડણી માગી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ

વડોદરા- ક્રાઈમ, મી.રીપોર્ટર, ૩જી સપ્ટેમ્બર.

શહેરના ફાયનાન્સ કંપનીના જનરલ મેનેજર પાસે રૂા. 11 લાખની ખંડણી માગનાર કુખ્યાત અસલમ બોડિયો 5 દિવસે મધ્યપ્રદેશના માંડુથી ઝડપાયો છે. ઇનોવામાં જતા અસલમ બોડિયાનો પીસીબીની ટીમે 50 કિલોમીટરથી વધુ પીછો કરી દબોચી લીધો હતો. ધરપકડ થતાં જ ખંડણીખોરે કાન પકડી મૈં અસલમ બોડિયા, આજ કે બાદ સીધા સીધા રહુંગા કહી પોલીસને કાકલૂદી કરી હતી.

અલકાપુરીની ફાયનાન્સ કંપનીના મેનેજર આશીષ શિંદેને લોનના હપ્તા નહીં ભરનાર શાકીર શેખને મકાન જપ્તીની નોટિસ માટે જવાબદાર ગણી નામચીન રમજાન ઉર્ફે કાલિયો છોટુમીયા સિંધી, ઇમરાન ચૌહાણ, સિદ્દીક મલેક , અસલમ બોડિયો અને રમીઝે રૂા. 11 લાખની ખંડણી માગી હતી. મેનેજરની ઓફિસ પર જઇ ધાકધમકી આપી હતી તેમજ તેના ઘરની આસપાસ આંટાફેરા કરી ભયનું વાતાવરણ ઉભુ કર્યું હતું….જુઓ…વિડીયો….

મેનેજરે ખંડણીની ફરિયાદ કરતાં રમજાન, ઇમરાન અને સિદ્દીકની પોલીસે ધરપકડ કરી હતી. કુખ્યાત ખંડણીખોર અસલમ બોડિયો ફરાર થઇ જતાં ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજીની ટીમોએ ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરી હતી. એક તબક્કે અસલમ મધ્યપ્રદેશની સાસરી કે મહારાષ્ટ્રમાં હોવાની બાતમી મળતાં બે ટીમોએ ધામા નાખ્યા હતાં. અસલમને ગંધ આવી જતાં તે સાસરીમાંથી નીકળી ગયો હતો. પીસીબીના ઇનચાર્જ પીઆઇ કાનમિયાને ચોક્કસ બાતમી મળતાં મધ્યપ્રદેશમાં જ વોચ ગોઠવી હતી. બોડિયો ઇનોવા કારમાં પસાર થતાં પીસીબીની ટીમે તેનો ફિલ્મીઢબે પીછો શરૂ કર્યો હતો. અંદાજે 50 કિલોમીટર રેસ ચાલ્યા બાદ પોલીસે તેને માંડુમાં કોર્ડન કરી દબોચી લીધો હતો.

અસ્લમ કે બોલ : આજ કે બાદ કોઇ ભી ગુના કરુંગા નહીં

અસલમ બોડિયાને પીસીબીની ટીમ રાત્રે વડોદરા લઇને આવવા નીકળી ત્યારે તેણે કારમાં કાન પકડી કહ્યું હતું કે, મૈં અસલમ બોડિયા આજ કે બાદ કાન પકડતા હૂં, કોઇ ખંડણી, ગુનેગારી નહીં કરૂંગા. સીધા સીધા રહુંગા, કોઇ ભી ગુનેગારી કા કામ કરુંગા નહીં. મૈં સુધરના ચાહતા હૂં , સુધર જાઉંગા. આજ કે બાદ કોઇ ગુના, કોઇ ખંડણી, કોઇ ભી ગુના કરુંગા નહીં.

 

Leave a Reply