બસ હવે હું રાહ જોતી હતી કે પાપાની અદાલતમાં મારા માટે કઈ સજા હશે ?

Spread the love

એપિસોડ -17

(હવે થી માત્ર દર ગુરુવારે )

(એપિસોડ -16: તમે પાછલાં અંકમાં વાચ્યું…વિશ્વાસ અને આકાંક્ષા ઘરે જવા નીકળ્યા અને આઈસ્ક્રીમ ખાવા માટે શોપ પર પહોંચતા જ વિશ્વાસ આઈસ્ક્રીમ લેવા ગયો અને આકાંક્ષા શોપ ના ટેબલ પર બેઠી થોડીવાર માં વિશ્વાસ આઈસ્ક્રીમ લઇ ને ટેબલ પાસે આવ્યો અને બને વાતો કરતા કરતા આઈસ્ક્રીમ ખાવા લાગ્યા. એ બને એકબીજા માં એવા ખોવાયેલા હતા એ કે એમને આજુબાજુ ની દુનિયા નું કઈ ભાન જ નહોતું . એવા માં જ આકાંક્ષા ની નજર એના સામેવાળા ટેબલ પર પડી ત્યાં એના બેન બનેવી બેઠા હતા. અને આકાંક્ષા ઘભરાઈ ગઈ એને જાત જાત ના વિચારો આવવા લાગ્યા. એ વિશ્વાસ ને એને જીજાજી નું ધ્યાન ભટકાવવા નું કહે છે. પણ જીજાજી એ બધું છોડી ને આકાંક્ષા ના ટેબલ નજીક આવવા લાગ્યા.)

વિશ્વાસ ના પ્રયત્નો છતાં જીજાજી મારા ટેબલ તરફ આવવા લાગ્યા એમના આગળ વધતા ડગલાં ની સાથે મારા દિલ ની ધડકન પણ તેજ થતી હતી. મને કોઈ જ રસ્તો નહોતો સુજતો કે મારે આવી પરિસ્થિતિ માં કરવું શું ?????? હું ચિંતા માં મારા હાથ ની આંગળીઓ થી ટેબલ પર રમતી હતી ત્યાં જ ટેબલ જોઈ ને એક વિચાર આવ્યો। જીજાજી છેક ટેબલ સુધી પહોંચી ગયા. મેં જોયું તો વિશ્વાસ પણ ઊંધો વળી ને દર ના માર્યો અનેક સવાલો સાથે આંખો બંધ કરી ને ભગવાન ને કઈ કહેતો હોય એવું લાગ્યું.

જીજાજી મારા ટેબલ ને ક્રોસ કરી ને બિલ કાઉન્ટર પર પહોંચ્યા અને બિલ આપી ને ત્યાંથી નીકળ્યા. એમના ગયા પછી વિશ્વાસ પાછળ ફર્યો અને જોયું મને ના જોતા મને શોધવા લાગ્યો.

હું ના દેખાઈ એટલે એને મને ફોન કર્યો …..અને ફોન ના રિંગ નો અવાજ ટેબલ નીચે થી આવતા એ જોવા નીચે નમ્યો અને બોલ્યો,

‘ અરે। … આકાંક્ષા તું અહીં ? હે ભગવાન તું ટેબલ નીચે શું કરે છે ??? આવ બહાર આવ। .. જો ધીમે થી વગાડતી ના કઈ…’

‘ અરે મને કઈ સુજ્યું ના કે શું કરવું તો હું ટેબલ નીચે છુપાઈ ગઈ હતી। …’ મેં બહાર આવતા કહ્યું। .’ચાલ હવે ઘરે જઈએ તારે પણ ઓફિસ જવાનું છે ને ?’ મેં વિશ્વાસ નો હાથ પકડી ને બહાર નીકળતા કહ્યું.

‘ હા તું બહાર ઉભી રહે હું પેમેન્ટ કરી ને આવું.’ હું વિશ્વાસ ની બાઈક પાસે એની રાહ જોઈ ને ઉભી હતી અને ફોનમાં ઇન્સ્ટાગ્રામ જોતી હતી ત્યાં જ પાછળ થી અવાજ આવ્યો।…

‘ અરે અક્કુ.. ‘ હું ડરી ગઈ કેમ કે આ અવાજ બીજા કોઈ નો નહિ પણ મારા મોટાબેન સ્વાતિ દીદી નો હતો. જેમના થી હું ક્યારનીય છુપાતી હતી.

‘તું અહીં .. ??? અમે પણ ક્યારના અહીં જ હતા. વહેલા આવી હોત તો જોડે આઈસ્ક્રીમ ખાતને ???’ દીદી ને મને જોતા એક આનંદ સાથે કહ્યું.

‘ તો એમાં શું થયું હું એને હવે સ્પેશ્યિલ ખવડાવા બેસાડીશ …’ જીજાજી પણ બોલ્યા।.. હું એક જુઠા સ્મિત સાથે બંને ની વાતો સાંભળતી હતી મને અત્યારે એ બંને ની વાતો માં કોઈ જ રસ નહોતો મને માત્ર એ જ ચિંતા હતી કે વિશ્વાસ ને કઈ જ નથી ખબર કે બહાર શું થઇ રહ્યું છે એ સીધો અહીં આવી જ જશે. અને મારા ધાર્યા મુજબ જ થયું વિશ્વાસે દીદી અને જીજાજી ને જોયા નહોતા એટલે આવી ને તરત જ બોલ્યો,

READ પહેલાં તું મને મારી નાંખ, પછી તું મરી જજે : પ્રેમિકા કુંજલના કહેવાથી પ્રેમી મીતે હત્યા કરી, પછી આત્મહત્યા

‘ ચાલ આકાંક્ષા તને ઘરે ઉતારી દવ… હવે મારે પણ મોડું થાય છે ઓફિસ માટે …’ હવે મારે પણ મોડું થાય છે ઓફિસ માટે …’ મારા તરફ થી કોઈ જ જવાબ ના સાંભળતા વિશ્વાસે મારી બાજુ જોયું અને ચોકી ગયો….હવે હું અને વિશ્વાસ લગભગ પકડાઈ ગયા હતા અમે શરમ થી માથું નીચે કરી લીધું। બીજી બાજુ દીદી અને જીજાજી બધું સમજી ગયા હોય એમ મને કહેવા લાગ્યા ,

‘ ઓહ્ તો મેડમ મેં અમારી કંપની ની તો જરૂર જ નહોતી….. કોણ છે આ ????’ જીજાજી એ ગુસ્સાવાળા અવાજ માં પૂછ્યું।.

‘ જીજા આ મારો ફ્રેન્ડ છે મારી એકટીવા ચાલુ નહોતી થતી એટલે ઘરે મુકવા આવતો હતો…’ મેં ડરતા ડરતા જવાબ આપ્યો।

‘ તો ઘરે આવવા ના બીજા ઘણા રસ્તા મળે છે ….. કોઈ છોકરા ની પાછળ બેસી ને આવવા ની શી જરૂર હતી ?????? આ છે આપડા ઘર ના સંસ્કાર ????? ‘ જીજાજી એ મને ત્યાં જ ધમકાવવા નું શરુ કર્યું।

‘ અરે મોટાભાઈ તમે જેવું સમજો છો એવું કઈ જ નથી.આકાંક્ષામારી માત્ર ફ્રેન્ડ છે અને હું એની હેલ્પ કરતો હતો બીજું કઈ નહિ ….’ વિશ્વાસે મારો પક્ષ લેતા કહ્યું..

‘ તમને પૂછ્યું ??? અને હા તમે તો એ જ ને જે અંદર મારો રસ્તો રોકતા હતા ???? હા હવે સમજ્યો કે એ બધું તમારું આયોજનપૂર્વક નું કામ હતું કારણ કે હું આકાંક્ષા ને જોઈ ના જાવ. સરસ યોજના સરસ હતી પણ ચોરી પકડાઈ જ જાય છે. ‘ જીજાજી એ વિશ્વાસ ને પણ ધમકાવતા કહ્યું।

‘ અને હા કોઈ જરૂર નથી… આકાંક્ષા ને ઘરે મુકવા આવવાની અમે અમારી સાથે લઇ જઈએ છે.’ જીજાજી એ વિશ્વાસ ને મનાઈ ફરમાવતા કહ્યું. હું કઈ પણ બોલી શકવા ની પરિસ્થિતિમાં નહોતી, વિશ્વાસ ત્યાંથી નીકળી ગયો.

READ દુકાન ખાલી કરવાના મુદ્દે ભાજપના કાઉન્સિલરે સસ્તા અનાજની દુકાનના વેપારીને લાફો ઝીંકી દીધો…જુઓ…વિડીયો..

‘ ચાલ તું ગાડીમાં બેસ…..’ દીદી એ કડક અવાજમાં કહ્યું….

‘ દીદી અમે માત્ર મિત્રો જ છે બીજું કઈ જ નથી… હું સાચું કહું છું….’ મેં સ્પષ્ટ કરતા કહ્યું. પણ દીદી કે જીજાજી બને માંથી કોઈ પણ કઈ જ બોલતું નહોતું।

ગાડીમાં એક ગંભીર મૌન હતું જે જોઈ ને મને વધારે ડર લાગવા લાગ્યો. ફરી એક વાર મારુ મગજ વિચારોના ચકડોળે ચડી ગયું. જો દીદી ઘરે જઈ ને પાપા ને કહી દેશે તો ??? ના પાપા તો મને સમજશે …… પણ ના સમજ્યા તો ??? મારી કોલેજ નું શું ????? ના। .. ના… હું … પાપા ને સમજાવીશ।… આવા વિચારો ની સાથે અને એક ચુપ્પી સાથે અમે ઘરે પહોંચ્યા.

‘ કાકી … કાકા ક્યાં છે ? એક અગત્યની વાત કરવાની છે..’ જીજાજી એ મમ્મી ને પૂછ્યું। હવે મને ખાતરી હતી કે આજે જીજાજી આ વાત કરી જ દેશે.

‘ હા બસ અંદરના રૂમમાં જ છે હમણાં બોલવું…’ કહી ને મમ્મી પાપા ને બોલવા ગઈ.

હહહ ….. હવે સજા સાંભળ્યા સિવાય કોઈ જ રસ્તો મારી પાસે નહોતો.. બસ હવે હું રાહ જોતી હતી કે પાપા ની અદાલત માં મારા માટે કઈ સજા હશે ?????