મને તો આકાંક્ષાની આત્માની સુંદરતા સાથે પ્રેમ હતો…મનોમન જેને આટલા વર્ષો થી પ્રેમ કર્યો એ સામે હોવા છતાં હું કઈ જ નથી બોલી શકતો….

Spread the love

એપિસોડ -35

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -34: તમે પાછલાં અંકમાં વાચ્યું… આકાંક્ષા ને હોસ્પિટલ લઇ ગયા પછી જયારે ડોક્ટર આકાંક્ષા ના રૂમ માંથી બહાર આવે છે ત્યારે એ એના પાપાને આકાંક્ષા ને મળવાની રજા આપે છે. આકાંક્ષા ના પાપા અને હર્ષ આકાંક્ષા ને મળે છે આકાંક્ષા ની હાલત જોઈ ને આકાંક્ષા ના પાપા આકાંક્ષા નો હાથ પકડી ને રડે છે અને એવા માં આકાંક્ષા ને હોશ આવે છે અને એ એના પાપા ની માફી માંગે છે.)

” બોલ બેટા એવું કયું કારણ છે જેને તને આટલું મોટું પગલું ભરવા માટે મજબુર કરી ??? કઈક કે બોલ દીકરા……” આકાંક્ષા ના પાપા હાથ જોડી ને આકાંક્ષા ની સામે આજીજી કરી રહ્યા હતા.

આકાંક્ષા હવે હોશ માં હતી …. એની આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા જે એના પાપા એમના હાથ થ લૂછી રહ્યા હતા. એક દીકરી બાપ ને થયેલા દુઃખ માટે અને એક બાપ પોતાની દીકરી ને થઇ રહેલા દુઃખ માટે આંખો ભીની કરી રહ્યા હતા…… અદભુત સમન્વય …..જેને જોઈ ને ખુદ સૃષ્ટિ રચનારો ઈશ્વર પણ રડી પડે………

” પાપા….. આ રીતે હાથ જોડી ને મારા માથે પાપ ના ચડાવો….. તમારા જેવા માં- બાપ તો નસીબ થી મળે છે જે પોતાની દીકરી ને દીકરા ની જેમ j ઉછેરે છે…….સમાજ નહિ પરંતુ પોતાની દીકરી ni મરજી આ ઈછા ને સમજે……..” આકાંક્ષા ગળગળા અવાજે આંખ માં આંસુ સાથે બોલી.

” આજે ભગવાન પણ મારા આંગણે દીકરી સોંપી ને અફસોસ કરતો હશે……હું સાચવી ના શક્યો તને…….” આકાંક્ષા ના પાપા હજી રડી રહ્યા હતા.

” પાપા આ મારી ભૂલ ની સજા છે…….” આકાંક્ષા એ હકીકત ઉઘેડતા કહ્યું.

હર્ષ ને લાગ્યું કે આ સમય આ બધી વાત માટે યોગ્ય નથી એટલે એને વાત ને વાળવાનો પ્રયત્ન કરતા કહ્યું, ” અરે …. એ બધું પછી પહેલા આ જ્યુસ પી લે ……જેટલું લોહી તે કાઢી નાખ્યું છે એને જલ્દી બનાવવું પડશે ને …નહીંતર તું આ મારું લોહી પીવા લાગીશ …..ચાલ. ..ચાલ. … ફટાફટ પી લે ….”

આમ કહી ને હર્ષે આકાંક્ષા ને સપોર્ટ થી બેઠી કરી ને જ્યુસ પીવડાવ્યો. હર્ષ ને આજે એક અજીબ શાંતિ મળતી હતી ……એ વિચારવા લાગ્યો કે આ જ રીતે આકાંક્ષા એની સાથે જીવનભર રહે ….. જ્યારે આકાંક્ષા આવી રીતે મુશ્કેલી માં હોય ત્યારે બધાથી પહેલા હું જ એનો હાથ થામી લઉ …….જ્યુસ પીધા પછી હર્ષે ધીરે રહી ને આકાંક્ષા ને સુવાડી……

” હવે તું આરામ કર…. અમે ડોકટર ને મળી લઈએ ….ચાલો કાકા ….” કહી ને હર્ષે આકાંક્ષા ના પાપા ને હાથ પકડી ને ઉભા કર્યાં.

(કલાક પછી )

“આકાંક્ષા ….ચાલ હવે તું એકદમ ઓકે છે ….ઘરે જવાનું છે …” હર્ષે ખુશી થી આકાંક્ષા ને કહ્યું…..અને એ બધો સામાન સમેટવા લાગ્યો. એટલામાં આકાંક્ષા એ હર્ષ નો હાથ પકડ્યો ….અને હર્ષ આકાંક્ષા ની સામે જ જોઈ રહ્યો. …..હા….આજે એ પહેલા જેટલી આકર્ષક નહોતી લાગતી કારણ કે કામણ પાથરનારા એના કાળા વાળ નહોતા માથે મુંડન હતું. …..છતાં એ એકદમ શાંત, નાદાન અને ભોળી લાગતી હતી…અને એમ પણ અમે ક્યાં એવા આશિક હતા કે જેને આવી બધી વાતોથી ફર્ક પડતો હોય. …મને તો આકાંક્ષા ની આત્મા ની સુંદરતા સાથે પ્રેમ હતો…..જેને મનોમન આટલા વર્ષો થી પ્રેમ કર્યો એ સામે હોવા છતાં હું કઈ જ નથી બોલી શકતો….

પણ આજે આ રીતે એના રોકવાના કારણે દીલની ધડકન ધબકવાનું ચુકી ગઈ…….. પણ હર્ષ જાણતો હતો કે આ સમયે આકાંક્ષા એની જરુર છે એટલે બધું જ ભૂલી ને હર્ષે આકાંક્ષા ના હાથ પર હાથ મુકી ને કહયું,”ચિંતા ના કર ….. બધું જ સારુ થઈ જશે….. “

“હર્ષ મને માફ કરી દે ….. મારા લીધે તમને બધાને ઘણી તકલીફ પડી….. “ આટલુ બોલતા આકાંક્ષા રડવા લાગી….

“ જે થયુ એને હું કે તુ બદલી નથી શકવાના ….પણ હા જો તુ ઈચ્છે તો તારી આવતીકાલ બદલી શકે એ તારા હાથ મા છે આકાંક્ષા …. બસ મને એ વાત નું દુ:ખ થયુ કે તારા જેવી સમજદાર છોકરી આવુ કેવી રીતે કરી શકે????? “ હર્ષે પુછ્યું.

  •  આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
  • જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.