GPSCની પરીક્ષા પાસ કરી, ડેપ્યુટી કલેક્ટર બનેલા વડોદરાના યુવાન વલય વૈધ ને પાણીની વિકટ સમસ્યાનું નિરાકરણ લાવવું છે : હેલ્થ સેક્ટર, એજ્યુકેશન અને વોટર કન્ઝર્વેશનમાં મારું ફોકસ રહેશે : વલય વૈદ્ય
વડોદરા- એજ્યુકેશન, મિ.રિપોર્ટર, ૧૭મી જુલાઈ
રાજ્યમાં લેન્ડ રેકોર્ડ ને ડીજીટલ કરવામાં આવ્યું છે, પણ જો મને તક મળે તો હું તેને ડેટા સેફટી માટેની બ્લોક ચેન સિસ્ટમ સાથે જોડવા માંગું છુ. કેમકે બ્લોક ચેન સિસ્ટમ દ્વારા કોઈ પણ કર્મચારી કે હેકર્સ પણ તેના ડેટા સાથે છેડછાડ કરી શકતો નથી. આ નથી લેન્ડ ના કિસ્સામાં કરપ્શન પણ અટકશે. આ ઉપરાંત હાલમાં રાજ્યમાં વિકટ બનેલી પાણીની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તેમજ લોકોને પ્રાથમિક જરૂરિયાતો મળે એવી મારી પ્રાથમિકતા અને મહત્વનું કાર્ય રહેશે. ખાસ કરીને હેલ્થ સેક્ટર, એજ્યુકેશન અને વોટર કન્ઝર્વેશનમાં મારું ફોકસ રહેશે એમ ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામનાર અને જુલાઇ-2019માં યોજાયેલ જી.પી.એસ.સી.ની સ્પર્ધાત્મક પરિક્ષામાં ગુજરાતમાં 21માં રેન્ક લાવનાર વડોદરાના યુવાન વલય વૈદ્ય એ અત્રે જણાવ્યું હતું.
ગાંધીનગરમાં આવેલી ધીરૂભાઇ અંબાણી ટેકનીકલ કોલેજમાંથી બીટેક આઇ.સી.ટી. કર્યા બાદ વલયે વર્ષ-2017-18માં જી.પી.એસ.સી. અને યુ.પી.એસ.ની તૈયારી શરૂ કરી હતી. શહેરના ગોત્રી ખાતે રહેતા વલય પિતા અંકિતભાઇ વૈદ્ય અને માતા કલાબહેનનો એકનો એક પુત્ર છે. જુલાઇ-2019માં આવેલા પરિણામમાં ગુજરાતમાં 21માં રેન્ક સાથે જી.પી.એસ.સી.માં ઉત્તીર્ણ થયો છે. આ સાથે તેની ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી થવા પામી છે.
આજના યુવાનો પોતાના લક્ષ્યમાં હારનો સામનો કરે છે ત્યારે ડિપ્રેશનમાં આવીને આપઘાત સુધીનું પગલું ભરે છે. તો આવા નાસીપાસ થઇ જતાં યુવાનો માટે વલય વૈદ્યએ જણાવ્યું કે, નાસીપાસ થવાની કોઇ જરૂર નથી. ડિપ્રેશનને સામાન્ય વસ્તુ છે. જો તમે ડિપ્રેશનમાં આવી જાવ તો યોગ, કસરત, મેડિટેશન, વોકીંગ કરવું જોઇએ. આ સાથે સારા પુસ્તકો વાંચવાનું શરૂ કરી દેવું જોઇએ. કોઈપણ સફળતા માટે શોર્ટકટ ન અપનાવશો. હાર્ડ વર્કની સાથે સ્માર્ટ વર્ક પણ જરૂરી છે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, આજના યુવાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ કર છે. ખરા પણ મોટા ભાગના લોકો તેનો ટાઇમ માટે ઉપયોગ કરે છે. જો યુવાનો તેનો પોતાની કારકિર્દીને આગળ ધપાવવા માટે તેનો ઉપયોગ કરે તો ચોક્કસ ધાર્યું પરિણામ મેળવી શકશે. સોશિયલ મીડિયા દ્વારા યુવાનો પોતાની પ્રોડક્ટીવી વધારી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વલયે પરીક્ષાની તૈયારી દરમિયાન એક એન.જી.ઓ માટે ઉતરાખંડમાં આવેલા ફલડ વખતે ઘણી જ મહત્વની કામગીરી કરી હતી. વલય પોતાની આ સફળતા માટે માતા-પિતા ઉપરાંત પોતાના કાકા અને ધીરૂભાઇ અંબાણી ટેકનીકલ કોલેજમાં રજીસ્ટાર તરફ થી મળેલી પ્રેરણા અને માર્ગદર્શનને પણ જવાબદાર ગણે છે.