મારે ઘણા લોકો ને એમની ભૂલ નો અહેસાસ કરાવાનો છે……કેમ કે ? : આકાંક્ષા

Spread the love

એપિસોડ -39

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -38: તમે પાછલાં અંકમાં વાચ્યું…  આકાંક્ષા પોતાની જાતને સંભાળવા માં લાગી ગઈ હતી એ દુનિયા ને બતાવવા માંગતી હતી કે જ્યાં સુધી તમે ના ઈચ્છો ના ત્યાં સુધી કોઈ તમને કોઈ દુઃખી ના કરી શકે.પરીક્ષાના દિવસો નજીક હતા જેના કારણે કોલેજ માં રજા હતી. પરંતુ હર્ષ આકાંક્ષા ને મળ્યા વગર રહી નથી શકતો એટલે એના ઘરે જાય છે.આકાંક્ષા ના મમ્મી ના પૂછવા પર કોઈ મટીરીઅલ લેવા આવવાનું કારણ આપે છે આકાંક્ષા પોતાના રૂમ માં સૂતી હોય છે એટલે એના મમ્મી હર્ષ ને જાતે જ લઇ લેવાનું કહે છે આકાંક્ષા ને એકદમ શાંતિ થી સુઈ રહેલી આકાંક્ષા ને જોઈ ને હર્ષ એને જોવામાં મશરૂફ થઈ ગયો કે એ પોતાની લાગણી ને જોરે પ્રેમ ને પ્રેમ ને દોસ્તી સુધી સીમિત રાખ્યો છે એવું કબૂલ કરતો હતો કારણ કે હર્ષ ને પ્રેમ મેળવવાના ચક્કર માં આકાંક્ષા ની દોસ્તી ના છૂટી જાય એનો ડર હતો આ બધું એ બોલતો હતો ત્યારે આકાંક્ષા ની મમ્મી રૂમ ના દરવાજા પાસે ઉભી રહી ને સાંભળતી હતી.)

આકાંક્ષા ની મમ્મી આ બધું સાંભળી ને અંદર જવાની હિંમત ના કરી શક્યા. એ કોફી લઇ ને હોલ માં પાછા આવ્યા અને સોફા પર બેઠા, હર્ષ ના બહાર આવવા ની રાહ જોવા લાગ્યા. એમની પાછળ હર્ષ પણ આવ્યો. રમાબેને જાણે એમને કઈ ખબર જ ના હોય એમ હર્ષ ને બેસાડ્યો અને કોફી આપી. બન્ને માંથી કોઈએ કઈ વાત ના કરી. ખામોશી છોડી ને હર્ષે જવાની પરવાનગી માંગી. અને રમાબેને વિચારો માં જ હર્ષ સામે હકાર માં માથું ધુણાવ્યું.

જોત જોતા માં દિવસો વીતવા લાગ્યા પરીક્ષા ના દિવસો પુરા થઇ ગયા. આજે બધા કોલેજ ની એ જ કેન્ટીન માં બેઠા હતા જ્યાંથી એમની કોલેજ લાઈફ ચાલુ થઇ હતી.આજે બધાનો કોલેજ નો છેલ્લો દિવસ હતો. બધા ના મોઢા પર બાર વાગી ગયા હતા. કારણ કે આજ પછી બધાની દિશા અલગ થવાની હતી. હવે પછી બધા કારણોસર જ મળી શકશે, જેનું દુઃખ બધાના મોઢા પર દેખાતું હતું. આવા ગંભીર માહોલ ને તોડતા હર્ષ બોલ્યો, ” હે અક્કુ મેં સાંભળ્યું તું upsc ની તૈયારી કરે છે? એ દિવસે તારી મમ્મી એ કહ્યું હતું.”

” હા કરું તો છું ……પણ કિસ્મત માં શુ હોય શું ખબર? ” આકાંક્ષા એ જવાબ આપ્યો.

” અરે કિસ્મત તો આપડે આપડી જાતે જ બનાવવાની હોય……પેલી કહેવત નથી સાંભળી ?—“હિમતે મર્દા તો મદદે ખુદા” રાજ પોતાની ફિલોસોફી ફેંકતા બોલ્યો.

“હા સાચી વાત છે માણસ પોતાની કિસ્મત પોતાની જાતે જ પોતાની મહેનત થી જ લખે છે તો તું મહેનત કર …….” હર્ષ રાજ ની વાત માં સહમતી દર્શાવતા બોલ્યો.

“હા હું મહેનત ખુબ જ કરીશ કારણ કે ઘણા લોકો ને એમની ભૂલ નો અહેસાસ કરાવાનો છે……હવે તો એ જગ્યા એ પહોંચવું જ છે જ્યાંથી દુનિયા માટે હું મિસાલ હોવ……” આમ કહી ને આકાંક્ષા એક ગજબ ના જોશ સાથે ઉભી થઇ….

” યે બાત……… ” કહી ને બધા એ આકાંક્ષા ની વાત ને વધાવી લાગી.

બધા છુટા પડ્યા. આકાંક્ષા ઘરે આવી આજે ઘણા દિવસો પછી વાંચવા માંથી ફ્રી હતી એટલે એને મમ્મી ને મદદ કરવાની ઈચ્છા થઇ. આકાંક્ષા ફ્રેશ થઇ ને રસોડા માં ગઈ.એની મમ્મી સાંજ ની રસોઈ ની તૈયારી કરી રહી હતી.

” મમ્મી…..હવે થોડા દિવસ તને રસોડા માંથી છૂટી….હવે મને થોડા અખતરા કરવા દે……” કહી ને આકાંક્ષા એ મમ્મી ને રસોડા માંથી બહાર મોકલવાનો પ્રયન્ત કર્યો.

” એટલે તું અમને બળી ગયેલું ખવડાવીશ? ” આકાંક્ષા ની મમ્મી એ કહ્યું.

” ના મમ્મી પણ શીખવા તો દે…..આમ જ આખી જિંદગી મને તું જ જમાડીશ? ” આકાંક્ષા એ થોડા ગુસ્સા માં કહ્યું.

” ઠીક છે ચાલ બનાવ હું શીખવું એ રીતે બનાવ…..ખુશ…..” રમાબેને શર્ત મૂકી અને આકાંક્ષા ખુશી થી મમ્મી ને ચૂમી પડી.

બંને ભેગા થઇ ને રસોઈ બનાવવા લાગ્યા. ઘણા દિવસો પછી ઘર માં આ રીતે ખુશી હતી. આકાંક્ષા આગળ વધી રહી હતી એ જોઈ ને બધા જ ખુશ હતા. બંને રસોડા માં જમવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ આકાંક્ષા ના પાપા ઓફિસ થી આવ્યા.અને એમને આકાંક્ષા ને રસોડા માં જમવાનું બનાવતા જોઈ અને એમની આંખ માં આંસુ આવી ગયા …..એ બોલ્યા ….,” આજ સુધી જે આપડા હાથ થી જમતી હતી એ આજે જમવાનું બનાવતી થઇ ગઈ …….??????” અને એમને આકાંક્ષા નું કપાળ ચૂમી લીધું.

  • આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
  • જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.