મારા જીવ થી વધારે ચાહું છું તને..પણ પ્રેમની ચાહમાં તારી દોસ્તી ખોઈ બેસવાનો ડર છે.

Spread the love

એપિસોડ -38

(હવે થી માત્ર દર ગુરુવારે )

લેખિકા : ભૂમિકા બારોટ 

(એપિસોડ -37: તમે પાછલાં અંકમાં વાચ્યું… એક સરસ જોશ સાથે આકાંક્ષા હર્ષ સાથે કોલેજ જાય છે ત્યાં જઈ ને બધા ને દાખલા પણ શીખવાડે છે એ બધું ભૂલી ને બધા ને મદદ કરવામાં મગ્ન હતી. એ પણ બધું ભૂલી ને આગળ વધવા માંગતી હતી. અને હર્ષ પણ પોતાના પ્રેમ ને આ રીતે જોઈને ખુશ હતો અને આ રીતે ખુશ થઈ રહેલી આકાંક્ષા ને જોઈ રહ્યો હતો ત્યારે રાજ એની મજાક કરે છે. અને કહે છે કે એને પોતાનો પ્રેમ જાહેર કરી દેવો જોઈએ પરંતુ હર્ષ એને સમજાવે છે કે ક્યારેક પ્રેમ માં જતું કરવાની પણ મઝા અલગ હોય છે)

લગભગ બે કલાક પછી બધું પતાવી ને બધા આ એકઝામ ના ટેનશન માંથી બહાર નીકળવા માટે કેન્ટીન માં નાસ્તો કરવા જાય છે.
ત્યાં નાસ્તો કરતા કરતા બધા આગળ ના દિવસો માં કેવી રીતે તૈયારીઓ કરવી એના માટે એક આઉટલાઈન તૈયાર કરે છે.

( બીજા દિવસે કોલેજ પાર્કિંગ માં)
” અરે હર્ષ એકઝામ નું શેડ્યૂલ બતાવ તો….. મારાથી એ લેટર ખોવાઈ ગયો છે……” આકાંક્ષા એ બેગ માં કઈ શોધતા શોધતા બોલી.

” હા…. આ લે તારી પાસે રાખ… હું બીજી કોપી કરાવી લઈશ..” હર્ષે કાગળ આપતા આપતા કહ્યું.
થોડીવાર માં બધા આવી ગયા અને નક્કી કર્યા પ્રમાણે બધા પરીક્ષા ની તૈયારી માં લાગી ગયા. જોત જોતામાં દિવસો વીતવા લાગ્યા આકાંક્ષા બધું જ ભૂલી ને પોતાના માં જ મગ્ન રહેવા લાગી…..ક્યાંક ને ક્યાંક આકાંક્ષા એવું સાબિત કરવા માંગતી હતી કે તમને કોઈ ત્યાં સુધી દુઃખી ના કરી શકે જ્યાં સુધી તમે કોઈ ને એમ કરવા માટે પરવાનગી ના આપો. અને આ વાત સમજી ને હવે આકાંક્ષા પોતાની જાત ને પ્રેમ કરવા લાગી હતી. આ બધા માંથી બહાર નીકળવા માટે હર્ષ આકાંક્ષા ની પડખે ઉભો રહી ને એને મદદ કરતો રહ્યો. હવે તો થોડા દિવસો માં પરીક્ષા હતી એટલે બધા એ કોલેજ જવાનું બંધ કરી દીધું હતું બધા ઘરે જ વાંચતા હતા.

કોલેજ જવાનું થતું નહોતું એટલે હર્ષ આકાંક્ષા ને મળવા એના ઘરે આવ્યો.

” અક્કુ …..અક્કુ….”

અવાજ સાંભળી ને આકાંક્ષા ની મમ્મી બહાર આવી અને હર્ષ ને કહ્યું ,” આવ આવ બેટા ….. અક્કુ તો સુઈ ગઈ છે ….”

” શું?????? અત્યારે? આ તો કઈ સુવાનો ટાઈમ છે??? ” હર્ષે રિસ્ટવોચ માં સમય જોતા કહ્યું.

” હા સવારે વહેલા ઉઠી હતી તો સુઈ ગઈ છે કલાક માં ઉઠશે….. તારે કઈ કામ હોય તો હું ઉઠાડું…” આકાંક્ષા ની મમ્મી એ કહ્યું.

“અરે ના આંટી બસ નોટસ જોઈએ છે …. હું એ ઉઠશે ત્યારે આવી જઈશ …” કહી ને હર્ષ દરવાજા તરફ વળ્યો ત્યાં જ આકાંક્ષા ની મમ્મી એ રોક્યો અને કહ્યું કે,”પરીક્ષા ના સમયે શું કામ એવા ખોટા આંટા મારવાના જા તારી જાતે શોધી ને લઇ ને જા હું કોફી લઇ ને આવું .”

હર્ષ હકાર માં માથું હલાવી ને મટીરીઅલ લેવા આકાંક્ષા ના રૂમ તરફ વળ્યો. રૂમ માં જઈ ને જોયું તો આકાંક્ષા સૂતી હતી….. સુતેલી આકાંક્ષા ને હર્ષ નિહારતો રહ્યો એ ભૂલી ગયો કે કોઈ કામ થી આવ્યો હતો. કારણ કે સુઈ ગયેલી આકાંક્ષા એકદમ શાંત લાગતી હતી ….બધી જ પરેશાનીઓ થી દૂર. … એ એની સામે પડેલી ખુરશી માં બેસી ગયો …..બસ એને તાકતો રહ્યો …..એની આંખ માં આંસુ હતા ….

” કાશ અક્કુ ….હું તને કહી શકતો કે હું તો તારી ખેરિયત જોવા આવ્યો હતો મટેરીઅલ તો એક બહાનું હતું. …બસ તારી ખુશી અને તારી હિફાઝત જીવનનો ટાર્ગેટ બની ગઈ છે …..કાશ હું તને કહી શકતો કે મારા જીવ થી વધારે ચાહું છું તને …….પણ પ્રેમ ની ચાહ માં તારી દોસ્તી ખોઈ બેસવાનો ડર છે એટલે ચૂપ છું …..” અને હર્ષે આંખ ના આંસુ સાફ કર્યા.

આ બધી જ વાત દરવાજા પર કોફી લઇ ને ઉભેલા આકાંક્ષા ની મમ્મી સાંભળતા રહ્યાં.

  • આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
  • જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.