હું તારા જેવી રૂપાળી પત્ની ને છોડી બીજી સાથે..એમ કહીને નિરવે પત્ની નિરાલીને ખાઈમાં ધકેલી દીધી, પછી શું થયું વાંચો…

www.mrreporter.in
Spread the love

સાહિત્ય મંચ, પ્રેમની વસંત બારેમાસ :  ગોપાલ તાંદળે (લેખક )

આજે નિરાલી (નીરવ ની પત્ની) બહુજ ખુશ હતી. તેમના ઘરની નજીક એક નાની ટેકરી હતી ત્યાં નીરવ આજે તેને ગાડી માં બેસાડી ને તેને લઇ આવ્યો હતો. ટેકરી આમ તો બહુજ ઉચી હતી. તેઓ ટેકરી ના ટોપ પર પહોચી ગયા અને ગાડી સાઈડ પર પાર્ક કરી. નીરવ ગાડી માંથી બહાર નીકળ્યો અને ગાડી ના બીજા દરવાજે જ્યાં નિરાલી બેઠી હતી તે તરફ નો દરવાજો ખુબ અદબ થી ખોલી તનો હાથ પકડી ખુબજ પ્રેમ થી બહાર લાવી ગાડી નો દરવાજો બંધ કર્યો. નિરાલી સફેદ સાડી માં આજે બહુજ સુંદર લાગતી હતી અને તેના પતિનું આ રૂપ જોઈ તે બહુ ખુશ પણ હતી.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

તેને માથા માં સ્હેજ કુમકુમ લગાવ્યું હતો. તેના ચહેરા પર ખુબ સંતોષ ની લાગણી હતી. બંને વાતો કરતાં કરતાં ટેકરી ની ધાર પર આવી ગયા. નીચે ઊંડી ખાઈ હતી. આજુ બાજુ બિલકુલ સુમસાન હતું, દુર દુર કોઈજ દેખાતું ન હતું. તેને નીરવ ની આંખો માં જોઈ કહ્યું: “આજે મને વિશ્વાસ થઇ ગયો છે કે તું ખરેખર બદલાઈ ગયો છે થોડા સમય માટે તું ભટકી ગયો હતો પણ….”

નિરવે તેને બોલતા રોકી દીધી “સોરી, મારી ભૂલ હતી..

હું તારા જેવી પત્ની ને છોડી બીજી સાથે…. સોરી …. મને મારી જાત પર ધ્રુણા આવે છે”
નિરાલીએ નીરવ ના બંને હાથ પકડી લીધા અને બીજા હાથની હથેળી તેના મો પર મૂકી બોલી :”મને હવે બહુ ના શર્માવશો, જે તે સમયે જે થવાનું હતું તે થઇ ગયું, હવે એ વાત કાયમ માટે બંને ભૂલી જઈએ, અને નવી શરૂઆત કરીયે ”

નિરાલી બિલકુલ ખાઈ તરફ હતી અને નીરવ તેની સામે હતો, તેના બંને ખભા પર નિરવે તેના બંને હાથ મુક્યા અને ઉપર જોયું અને બોલ્યો “સોરી, નિરાલી “ અને બીજી જ ક્ષણે નીરવ ની આંખો માં ખુન્નસ આવી ગયું, છેલ્લા 6 મહિના થી જે ઘડી ની રાહ જોતો હતો તે આવી ગઈ હતી. હવે જો એક ક્ષણ પણ મોડું કર્યું છે તો તેનો ગયો, પછી ફરી આવો મોકો નહી મળે, તેને મારા હાથ અને મન બંને મજબુત કર્યા ની ખાત્રી કરી કે નિરાલી નું ધ્યાન વાતો માં અને તેને આપેલા વિશ્વાસ માં હતું અને પાછળ વિશાળ ખાઈ. અને બસ એજ ક્ષણે જોર થી ધક્કો માર્યો નિરાલી સિધ્ધિ  હવા માં ફંગોળાઈ તેને વિચારવાનો જરાપણ મોકો મળ્યો નહી. તેનો ગભરાયેલો ચહેરો મને અસમંજસ માં નીરવને જોતો રહી ગઈ કઈ સમઝાય તે પહેલા તે એવીજ સ્થિતિ હાથ પગ હવામાં હલાવતી નીચે તરફ જઈ રહી હતી, તેની ચીસો નીરવના કાન માં પડી રહી હતી, અને ગણતરી ની ક્ષણ માં ઊંડી ખાઈ માં જઈ પડી.

નીરવ બિલકુલ ખાઈ ની ધાર પર આવી ગયો હતો પવન માં તેના વાળ ઉડતા હતા, તેને બેલેન્સ ઠીક કર્યું, બંને હાથ અને પગ ધ્રુજી રહ્યા હતા, મારા શ્વાસ અને ધડકન તેજ થઇ ગયા, તેને પેન્ટ માંથી હેન્ડકર્ચીફ કાઢ્યો અને મોઢા પર આવેલો પરસેવો લૂછ્યો. તેને પગ પર પકડ એક વાર ફરી મજબુત કરી ઊંડી ખાઈ તરફ તેની ફરી એક વાર ખાઈ તરફ ખાત્રી કરવા ઊંડી ખાઈ તરફ નીચે ધીરે થી જોયું. કૈક નીચે, ખુબ નીચે ધ્યાન થી જોયું તો કશુક સફેદ માનવ આકૃતિ જેવું પડેલું દેખાયું ને તેજ ઘડીએ સડસડાટ તેના કાન પાસે થી પવન અવાજ સાથે ફુકાયો.

તેના શરીર અને મન માં ધ્રુજારી પ્રસરી ગઈ. તે બેલેન્સ જાળવી મારી કાર તરફ ગયો. કાર નો દરવાજો ખોલ્યો અને ખાત્રી કરી કે આજુબાજુ કોઈજ ત્યાં હતું નહિ. માંડમાંડ તે કાર માં પ્રવેશ્યો અને ધ્રુજતા હાથે પેન્ટના જમણા ગજવા માં હાથ નાખી કાર ની ચાવી કાઢી. અને કાર તળેટી તરફ ભગાવી. શર્ટ ના ઉપરના ગજવા માંથી સિગરેટ અને લાઈટર કાઢ્યા અને સિગરેટ પેટવી. થોડું મન શાંત થયું. હવે તેને પ્લાન ના બીજા ભાગ રૂપે પોલીસ સ્ટેશન જઈ તેની પત્ની આકસ્મિક સંજોગો ટેકરી પરથી પડી ગઈ છે તેમ ફરિયાદ લખાવવાની હતી. તે સિગરેટ પીતો ગયો ગાડી હંકારતો ગયો.

આજ થી 6 મહિના પહેલા નો દિવસ નીરવ સાથે નિરાલી એ બરોબર સવારે અંતિમ ઝગડો કર્યો હતો.
“આજે ફેસલો થઇ જ જાય, બસ મારી ધીરજ ખૂટી ગઈ છે, હું મારા ભાઈ-બેહનો ને બધ્ધાને ફોન કરી બોલાવી લઉં છું, તમે ભેગા થઇ મારો અને મારા છોકરા (ઋષિ) નો ફેસલો લાવી દો નહિ તો … !!!” નિરાલી જબરજસ્ત ગુસ્સામાં બોલી
નીરવ નો પારો આસમાન પર હતો

નીરવ તેના આલીશાન હોલ ના સોફા પરથી ઝટકા થી ઉઠી ને કહ્યું :
“શું નહીતો??? શું????? શું…. કરી લઈશ ?”

“આટલી, નફ્ફટાઈ, કોઈ જ હદ નહિ ???? તમને કોઈજ શરમ નથી આવતી???? તમને એ યાદ કેમ નથી આવતું તમે મારી સાથે રાજી ખુશી લગ્ન કર્યા હતા, તમારો એક ચાર વર્ષનો સુંદર પુત્ર છે, અને તમે એ પેલી??? કોણ સાલી નું નામ પણ મોઢા પર આવતું નથી, હા, વિન્ની ને મળવા જાવ છો. હું રોજ તમારો મોબાઈલ ચેક કરું છું. કેવા કેવા મેસેજ હોઈ છે!! તમને શોભે છે ??.. આ બધું!!!”  આમ બોલી નિરાલી રડવા માંડી

(નીરવ છેલ્લા એક વષૅ થી નિરાલી ની રોજ ની આ કટકટ થી કંટાળી ગયો હતો. હવે ફેસલો લાવવો હતો પણ જો તે નિરાલી ને છૂટાછેડા આપે તો આ જે બીઝનેસ અને આલીશાન ઘર ને બધું જે સસરા તરફ થી મળ્યું છે તે બધુજ જતું રહે. એટલે એ ચુપ રહ્યો હતો. જ્યાર થી તે વિન્ની ને મળ્યો હતો ત્યારથી તેને નિરાલી અને તેના પુત્ર ઋષિ માં જરાપણ રસ રહ્યો. પણ હવે આ વખત ધીરજ રાખવો પડે તેમ હતો.)

ઝગડો જેવો પત્યો કે નીરવ સિધ્ધો ઘરના મુખ્ય દરવાજા ને ધક્કો મારી ઘર ની કમ્પાઉન્ડ ના ગાર્ડન માં આવી સિગરેટ સળગાવી અને તેજ વખતે મારા મગજ માં એક વિચાર ઝબકયો અને બે ત્રણ ઊંડા કશ લીધા ને સિગરેટ ફેકી દીધી. બસ આવી ગયો પ્લાન મગજ માં એક તીર અને બધા બહુ નિશાન.

તેને એક પણ ક્ષણ બગડ્યા વગર તે તરતજ નિરાલી પાસે ગયો, નિરાલી ડાઈનીંગ ટેબલ તેનું માથું મૂકી બંને હાથ લાંબા કરી રડી રહી હતી. મેં નજીક જઈ તેના માથા પર હાથ મુક્યો..

“નિરાલી, સો..સો…સોરી, ભૂલ થઇ ગઈ મારાથી” તૂટક અવાજે
તેને ફટ્ટ દઈ ને મારો હાથ ઝટકાથી દુર કરી દિધો.

“નફફટ, મને બરબાદ કરી ને સોરી બોલે છે ?? જો હવે હું તને બરબાદ હવે કેવી રીતે બરબાદ કરું છું!!! ”
આ સમય તેના માટે ધીરજ રાખવાનો હતો. તે ચુપ ચાપ તેની સામે તેનો ગુનેગાર બની ઉભો રહ્યો. તે ઉભી થઇ અમારા બેડ-રૂમ તરફ ગઈ નીરવ તેની પાછળ પાછળ નાના બાળક ની જેમ તેની પાછળ ગયો. હવે તેને મનાવે જ છૂટકો હતો. અને તેને ઋષિ ના સમ આપી કેમ પણ કરી માનવી લીધી. અને પછી ચાલુ કર્યું ઈમાનદારી અને ગીલ્ટ ના નાટક. તેને વિશ્વાસ માં લીધી અને આજે ફળ રૂપે આ દિવસ આવી ગયો નિરાલી તેની જાળ માં ફસાઈ ગઈ અને મૃત્યુ પામી હતી. અને વિન્ની માટે ના બધાજ દરવાજા ખુલા થઇ ગયા હતા.

ટેકરી પરથી નીચે ઉતરી, નિરવે સડસડાટ ગાડી પોલીસ સ્ટેશન ની બરાબર સામે પાર્ક કરી અને ભાગતો ભાગતો અંદર ગયો. અહી તેને તેની ગભરાહટ નિર્દોષ સાબિત મારવા મદદ કરવાની હતી. તે સીધો અંદર ગયો અને નિરાલી ના અકસ્માત નું નાટક રચ્યું અને મગર મચ્છ ના આસું દેખાડી ફરિયાદ લખવી. પોલીસસ્ટેશન પર બધી કાનૂની વિગત લખાવતા ત્રણ ચાર કલાક થયા. રાત પાડવા આવી ગઈ હતી પોલીસ તેને બતાવેલી જગ્યા પર ગઈ. અને નીરવ તેના ઘર તરફ વળ્યો તેના મો પર આજે સંતોષ હતો બધુજ તેના પ્લાન પ્રમાણે થઇ ગયું હતું, તેને પહેલા નિરાલીને વિશ્વાસ માં લીધી, આજે તેને વિશ્વાસ માં લઇ તેનું ખૂન કર્યું, પોલીસ ને વિશ્વાસ માં લઇ રીપોર્ટ લખાવ્યો, હવે બધી પ્રોપર્ટી, બિઝનેશ ટુક સમય માં તેનો થઇ જશે , અને જેના માટે આ બધું કર્યું તે વિન્ની પણ કાયમ માટે તેની થઇ જવાની હતી.

બહાર વોચમેને દરવાજો ખોલ્યો અને ગાડી પાર્ક તે સીધો ઘરમાં દાખલ થયો. આજે તેના મો પર બધુજ પોતાનું હોય તેમ ખુશી છલકી રહી હતી. તેને મોબાઈલ ડાઈનીંગ ટેબલ પર મુક્યો અને આલીશાન સોફા પર બંને હાથ ફેલાવી રાજાની જેમ બેઠો. સોફા ના ટેકા પર માથું મૂકી ઉપર સીલીંગ તરફ એક તક જોએ રાખ્યું. અને બંને આંખો બંધ કરી દીધી જાણે બધું કામ પૂરું થયું હોય. એટલા માં અંદર ના રૂમનો દરવાજો સ્હેજ ખુલ્લો હોઈ અંદર થી ઋષિ કોઈની સાથે રમતો હોય તેવી અવાજ આવ્યો. નીરવે ઋષિ આયા રમતો હશે તેમ તેને અવગણી આંખો બંધ રાખી બેસી રહ્યો. ઋષિ ના રમવાનો અને રૂમ માં દોડવાનો અવાજ ધીરે ધીરે વધતો ગયો. નીરવ ને કુતુહલ થયું કે આજે ઋષિ કૈક વધારે મૂડ લાગે છે તેમ વિચારી સોફા પરથી ઉઠી ધીરે ધીરે ઋષિ જે રૂમ માં હતો તે તરફ ગયો. દરવાજો સ્હેજ ખુલ્લો હતો હવે ઋષિ નો અવાજ સ્પસ્ટ અને મોટો આવવા લાગ્યો.

અધ ખુલેલા દરવાજા માંથી તેને દિવાન પર પગ દેખાયા સ્હેજ આગળ ગયો તો ઉપર સફેદ સાડી જેવું દેખાયું તેનું કુતુહલ અને ધડકન બંને વધવા લાગી હવે તે ગંભીર થઇ દરવાજા નું હેન્ડલ પકડી જોર થી દરવાજો ખોલ્યો, અને રૂમ ની અંદર જોયું તો નીરવ ના હોશ ઉડી ગયા, નિરાલી સફેદ સાડી માં દિવાન પર બેસી ઋષિ ને ખોળા માં બેસાડી તેની સાથે રમી રહી હતી. નિરાલી ધીરે ધીરે ઉપર તરફ નજર ફેરવી ને નીરવ તરફ ક્રૂર નજરે જોયું. તેની આંખો માં ભયંકર ખુન્નસ હતું અને તેની લાલ આંખો જોઈ નીરવ ફ્લોર પર ફોસ્લાઈ પડ્યો.

તે માંડ માંડ ઉભો થઇ રૂમ ની બહાર તરફ નીકળ્યો એકજ ઝટકા માં મોબાઈલ અને ગાડી ની ચાવી લીધી. તેની આંખ સામે અંધારા આવી રહ્યા હતા. તેના ડર ની કોઈ સીમા ના હતી. તે સીધો પાર્કિંગ માં ભાગ્યો જેમ તેમ ગાડી માં ઘુસ્યો, ગાડી ચાલુ કરી માંડ માંડ રીવર્સ માં ગેટ તરફ હંકારી. વોચમેને સલામ કરી પણ તેને અવગણી તેને સીધી ગાડી રોડ પર ભગાવી મૂકી. તેના મનમાં હજારો વિચારો દોડતા થઇ ગયા હતા. માથા પરથી પરસેવા ના રેલા ઉતરી રહ્યા હતા. તે તેના મન ને શાંત કરવાની કોશિશ કરતો રહ્યો પણ તેની સામે નિરાલી નો ચહેરો હટતો જ ન હતો.

એક ક્ષણ તેને વિચાર આવ્યો કે હું વિન્ની ને ફોન કરું પણ હવે કઈ મતલબ ન હતો. તેને એ ક્ષણે વીજળી વેગે એક વિચાર આવ્યો અને શરીર માં ધ્રુજારી વ્યાપી ગઈ. પણ હવે અપરાધ ભાવના એટલી તીવ્ર થઇ ગઈ હતી કે તેને ગાડી સીધી તે જ ટેકરી તરફ લીધી જ્યાંથી તેને નિરાલી ને ધક્કો માર્યો હતો. થોડીજ વાર માં તે ટેકરી ઉપર પહોચી ગયો. તેને ત્યાં ગાડી પાર્ક કરી જ્યાંથી નિરાલી નો હાથ પકડી તેને ગાડી માંથી બહાર લાવ્યો હતો. ગાડી પાર્ક કરી દરવાજો ખોલ્યો અને જબરજસ્ત હવાનું ઝોકું તેના કાન તરફ થી પસાર થયું.

બસ નિરવે નિર્ણય તો કરીજ લીધો હતો બસ તેના પર હવે તેને અમલ કરવા નો વખત આવી ગયો હતો. નીરવ સીધો ત્યાં ગયો જ્યાંથી તેને નિરાલી ને ધક્કો માર્યો હતો અને એક પણ ક્ષણ વેડફ્યા વગર કુદકો માર્યો. તેને જાણે કોઈ સફેદ આકૃતિ તેની સાથે નીચે આવી રહી હોય તેમ લાગ્યું. અને બીજીજ ક્ષણે તળેટી માં જમીન પર પટકાયો.

એક અઠવાડિયા પછી પોલીસનો રિપોર્ટ પેપર કૈક એમ છપાયો કે પત્ની ના અકસ્માત થી થયેલ મૃત્યુ ને ન સહી શકતા પતિ નું થોડાજ કલાક માં તેજ ટેકરી પરથી છલાંગ મારી મોત ને શરણ.

ઋષિ ને તેની માસી આવી લઇ ગઈ. તેને પણ બહુ ખરાબ લાગ્યું કે મારા જીજાજી મારી બહેન ને આટલો બધો પ્રેમ કરતા હતા કે જીવ પણ છોડી દિધો અમને એક વાર વાત તો કરી હોત તો કોઈ રસ્તો કાઢ્યો હોત. એ તરફ વિન્ની પણ શોક માં ડૂબી ગઈ કે આ બધું શું થઇ ગયું ?????

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.