બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને રાજમાતા શુંભાગિની દેવીનાં હસ્તે “સયાજી રત્ન” એવોર્ડ એનાયત કરાયો

મિ.રિપોર્ટર, ૨૦મી નવેમ્બર.  

વડોદરાનાં નવલખી ગ્રાઉન્ડ ખાતે 4 હજાર જેટલા આમંત્રિતોની હાજરીમાં  ગાયકવાડ પરિવારના રાજમાતા શુંભાગિની દેવીનાં હસ્તે બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચનને  “સયાજી રત્ન” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને એવોર્ડ લીધા બાદ  મને ગુજરાત અને ખાસ કરીને વડોદરામાં આવીને એવું લાગ્યું કે, જાણે હું મારા ઘરે આવ્યો છુ. અહીં અવારનવાર આવવાનું મન થશે. તમે મને બોલાવતા રહેજો. મારી પાસે તમને ધન્યવાદ કહેવા માટે શબ્દો નથી. ધન્યવાદ શબ્દ પણ નાનો પડે છે. વડોદરાના રાજવી શ્રીમંત સર સયાજીરાવે ઘણા નેક કામો કર્યા છે. મને વડોદરાવાસીઓએ ભારે ઉમળકાભેર વધાવ્યો છે. તેનો હું ભારે આભારી છુ. 

બીએમએ સંસ્થા  વડોદરાનાં નવલખી ગ્રાઉન્ડ ખાતે ૩ હજારથી વધુ  આમંત્રિતોની હાજરીમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનું સંસ્કારનગરીએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પહેલા આજે બપોરે એક વાગ્યે અમિતાભ બચ્ચન વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમના ચાહકોએ ભારે ભીડ જમાવી હતી. બીગ બીની એક ઝલક મેળવવા માટે તેમના ચાહકોએ પડાપડી કરી મૂકી હતી. જ્યાંથી તેઓ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ રાજવી પરિવારની મુલાકાત લીધી હતી. અને ત્યારબાદ તેઓએ ભોજન લીધુ હતું. પેલેસમાં ભોજન લીધાં બાદ અમિતાભ બચ્ચન નવલખી મેદાનના સમારોહ સ્થળે પહોંચ્યા હતા. સયાજી રત્ન એવોર્ડ સ્વીકાર્યા પછી અમિતાભ બચ્ચન લાગણીશીલ થયાં હતા.

“સયાજી રત્ન”  સમારોહમાં મહાનાયક અમિતાભ બચ્ચને વધુમાં જણાવ્યું હતું કે, મા-બાપના આશિર્વાદ વગર જીવનમાં ક્યારેય આગળ વધી શકાય નહીં. તેમના આશિર્વાદ હંમેશા સાથે રાખવા જોઇએ. લોકો મા-બાપને તરછોડી દે છે તેવું સાંભળીને મને દુઃખ થાય છે. માતા-પિતાના આશિર્વાદથી જ જીવનમાં સફળતા મળે છે. તેમના આશિર્વાદ વગરનું જીવન અશક્ય છે.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એરપોર્ટ તરફ જતાં પહેલાં અમિતાભ બચ્ચને પણ તેનાં ચાહકોને નિરાશ ન કરતાં હાથ મિલાવ્યાં હતાં અને ઓટોગ્રાફ પણ આપ્યાં હતાં. ત્યારબાદ તેઓ વડોદરા એરપોર્ટ થઇ મુંબઇ જવા રવાના થયાં હતાં.

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: