રાજનીતિ-મિ.રિપોર્ટર, ૧૩મી મે
રાજકારણમાં ઝંપલાવનાર અને સાઉથના સુપર સ્ટાર તરીકે ઓળખાણ ઉભી કરનાર કમલ હાસન પોતાના બેબાક નિવેદનોના લીધે વિવાદમાં સપડાયા છે. કમલ હાસને પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ગાંધીની હત્યા કરનારા નથૂરામને આઝાદ ભારતના પહેલા હિન્દુ આતંકી કહેતા વિવાદનો મધપુડો છંછેડાયો છે.
પોતાના ચૂંટણી પ્રચારમાં હાસને કહ્યું કે હું એટલા માટે નથી બોલી રહ્યો કે આ મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે. પરંતુ હું આ વાત ગાંધીજીની પ્રતિમાં સામે બોલી રહ્યો છું. આઝાદ ભારતનો પહેલો હિન્દુ આતંકી નથુરામ ગોડ્સે હતો અને ત્યાથી જ આ આતંકીની શરૂઆત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નથૂરામ ગોડ્સેએ 30 જાન્યુઆરી 1948ના દિવસે રાષ્ટ્રપિતા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી હતી.
- આપ જો કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય તો Leave a Reply માં જઈને કોમેન્ટ કરી શકશો. આ ઉપરાંત તમે અમારા whatsup no 7016252600 & 7016252800 પર કોમેન્ટ કરીને જણાવી શકો છો.
- જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે અમારી Youtube ચેનલ પર જઈને સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.